તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
સૌરાષ્ટ્ર મેઇલનો સમય સાંજે ૬.૩૦નો કરો : અગાઉ જાહેરાત મૂજબ ૬ ટ્રેન લંબાવો : પૂના દુરન્તો રાજકોટ લંબાવો
રેલ્વેની ZRUCC બેઠકમાં રાજકોટ ચેમ્બર દ્વારા રજુઆતો થઇ

રાજકોટ : રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અને ZRUCC મેમ્બરશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા વેસ્ટર્ન રેલ્વેની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટી (ZRUCC) ની મુંબઈ ખાતે તા.૧૭-૦૨-૨૦૨૬ ના રોજ મળેલ મિટીંગમાં ઉપસ્થિત રહી રાજકોટપ્રસૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરશ્રી પ્રદિપ કુમાર ને નીચે મુજબના વિવિધ પ્ર‘ોપ્રસુચનો ધ્યાને મુકીને તેનું તાત્કાલીક નિરાકરણ લાવવા માટે રજુઆત કરવામાં આવેલ.
(૧) તેજસ એકસપ્રેસ(નં.૦૯૦૦૯) સાંજે ૬:૩૦ વાગ્યે જ ચાલતી હતી અને તેને બ્લોક મેઈન્ટેનન્સની સમસ્યા નડતી ન હતી. તેથી સૌરાષ્ટ્ર મેઈલનો તેનો મુળભુત સમય સાંજે ૬:૩૦ વાગ્યનો તાત્કાલીક કરી આપવો.
(૨) અગાઉ રેલ્વે મંત્રીશ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા અમદાવાદથી ઉપડતી વિવિધ ૬ ટ્રેનો (1) Train No. 19421/22 Ahmedabad- Patna Exp. (2) Train No.22967/68 Ahmedabad- Prayagraj Exp. (3) Train no. 19413/14 Ahmedabad - Kolkata Exp. (4) Train No.11049/50 Ahmedabad -Kolhapur Exp. (5) Train No.22137/38 Nagpur-Ahmedabad Exp. (6) Train No. 12917/18 Ahmedabad-Hazrat Nizamuddin Gujarat Sampark Kranti Exp. ને રાજકોટ સુધી લંબાવવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી. તો આ તમામ ૬ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવી.
(૩) અમદાવાદ-પુના-અમદાવાદ દુરન્તો એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવા માટે રેલ્વે મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. પરંતુ હજુ સુધી આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવેલ નથી. તો આ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી.
(૪) રાજકોટ-હરિદ્વાર માટેની ઉતરાંચલ એકસપ્રેસ અઠવાડીયામાં માત્ર શુક્રવારે જ ઉપડે છે. તો મુસાફારોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ઉતરાંચલ એકસપ્રેસ ટ્રેનને અઠવાડીયામાં ત્રણ વખત શરૂ કરવા અને હરિદ્વાર મેઈલને રાજકોટ સુધી તાત્કાલીક લંબાવવી.
(૫) દ્વારકા અને અયોધ્યા અત્યંત ધાર્મિક અને ઐતીહાસીક મહત્વ ધરાવતા શહેરો હોય આ બન્ને શહેરો વચ્ચે કોઈપણ ડાયરેકટ ટ્રેન ઉપલબ્ધ નથી. તેથી ઓખા-અયોધ્યા-ઓખા વાયા મથુરા સપ્તાહમાં બે વખત ન્યું સુપર ફાસ્ટ ટ્રેન શરૂ કરવી.
(૬) સમગ્ર પ્રવાસીઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખી રાજકોટ-મુંબઈ-રાજકોટ માટે ‘વંદે ભારત' સ્લીપર ટ્રેન વહેલીતકે શરૂ કરવી.
(૭) રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલપ્રહાપા દુરન્તો એકસપ્રેસને બોરીવલી ખાતે સ્ટોપ આપવો. આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રજુઆતને ધ્યાનમાં લઈ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરશ્રી પ્રદિપ કુમાર એ હકારાત્મક અભિગમ દાખવી યોગ્ય નિરાકરણ લાવવા ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે
(3:02 PM IST)










