<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

રાજકોટમાંથી ૪ બાંગ્‍લાદેશી યુવતિ ઝડપાઇ

કોઠારીયા વિસ્‍તારમાં રહી મજૂરી કરતી હોવાની માહિતી પરથી એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ ધ્રાંગુ, પીએસઆઇ જાડેજા અને ટીમની કાર્યવાહીઃ એમપી, મહારાષ્‍ટ્ર, કોલકત્તા તરફથી આવી હતીઃ ડીપોર્ટ કરવા તજવીજ

 

રાજકોટ તા. ૧૮: શહેરના કોઠારીયા વિસ્‍તારમાં બાંગ્‍લાદેશી યુવતિઓ વસવાટ કરતી હોવાની માહિતી મળતાં શહેર એસઓજીની ટીમે મહિલા પોલીસને સાથે રાખી તપાસ કરતાં ચાર બાંગલાદેશી યુવતિ મળી આવી હતી. આ ચારેય મજૂરી કામ કરવા માટે આવી હોવાનું રટણ કરતી હોઇ જોઇન્‍ટ ઇન્‍ટ્રોગેશનની ટીમ દ્વારા વિશેષ પુછતાછ કરી તેને ડીપોર્ટ કરવાની કાર્યવાહી થશે.

જાણવા મળ્‍યા મુજબ બ વિગતો મુજબ રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની સૂચનાથી એસીપી ક્રાઈમ ભરત બી.  બસીયાના માર્ગદર્શન હેઠળ શહેર અસઓજીના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમે બાંગ્‍લાદેશમાંથી ઘુસણખોરી કરીને આવતાં હોય તેવા લોકોને શોધવા માટે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે કોઠારીયા વિસ્‍તારમાં ચારેક દિવસ પહેલા કેટલીબ બાંગ્‍લાદેશી યુવતિઓ આવી છે અને મજૂરી કામ કરે છે. તપાસ કરતાં આ માહિતી સાચી ઠરી હતી અને આ વિસ્‍તારમાં અલગ અલગ સ્‍થળે મજૂરી કરતી બાંગ્‍લાદેશી મહિલાઓ મળી આવી હતી. તેણી રાજકોટમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરીને બીજા રાજ્‍યમાંથી આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું હતું.

પીઆઇ સંજયસિંહ જાડેજા,  પીએસઆઇ વી. વી. ધ્રાંગુપ પીએસઆઇ એમ. વી. જાડેજા, અરૂણભાઇ બાંભણિયા સહિતની  ટીમે દરોડો પાડી ચાર બાંગ્‍લાદેશી યુવતીઓને ઝડપી લીધી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવતિઓ મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, કોલકત્તા તરફથી અહિ મજૂરી કામ માટે આવી હતી. ખરાઇ કર્યા બાદ આ મામલે જોઇન્‍ટ ઇન્‍ટ્રોગેશન સેન્‍ટરને જાણ કરાઇ હતી. હવે ચારેયને ડીપોર્ટ કરવાની આગળની કાર્યવાહી થશે. (૧૪.૧૦)

 

 

 

 

(3:30 PM IST)