<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

આજીડેમમાં માછલીઘર પાસે અજાણ્‍યા પુરૂષનો પાણીમાં કૂદી જઇ આપઘાત

મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

 

રાજકોટ તા. ૧૮: આજીડેમના માછલી ઘર પાસે એક અજાણ્‍યા આધેડે ડેમમાં કૂદી આપઘાત કરી લીધો છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ સવારે દસેક વાગ્‍યે આજીડેમમાં એક આધેડ કૂદી ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી. ૧૦૮ પણ પહોંચી ગઇ હતી. અજાણ્‍યા પુરૂષને બહાર કાઢતાં ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતાં. આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઇ એમ. વી. બારડીયા  સહિતે ત્‍યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકની ઓળખ મેળવવા તપાસ થઇ રહી છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૯)

 

(3:32 PM IST)