તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 18th February 2026
શનિવારે રાજપૂત ગીરાસદાર સમાજના સમુહલગ્ન
કરિયાવરમાં દિકરીબાઓને ૧૧પથી વધારે વસ્તુઓ અપાશે : દાતાઓ, ઉદ્યોગપતિઓ, ઉપસ્થિત રહેશે : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા જાજરમાન આયોજન

રાજકોટ : અખિલ ગુજરાત યુવા સંઘ, મહિલા સંઘ, યુવા પાખ આયોજીત તા. ર૧ શનિવારના રોજ રાજપૂત ગીરાસદાર સમાજનો ૧૯મો સમુહલગ્નોત્સવ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ મુકામે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૪ નવદંપતિ શાષાોક્ત વિધીથી પ્રભુતાના પગલા માંડશે.
તા. ર૧ શનિવારે બપોરના ર કલાકે વર-કન્યાનું એન.કે. જાડેજા, રાજપૂત કન્યા છાત્રાલય ખાતે આગમન થશે. બપોરે ૪ કલાકે ૧પ૦ ફુટ રીંગ રોડથી વરયાત્રાનો શુભારંભ કરવામાં આવશે. ૬ કલાકે લગ્ન સ્થળ આશાપુરા ફાર્મ, શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે આગમન થશે. નવદંપતિઓના સામૈયા કરી પોતાના લગ્ન મંડપમાં પધરામણી કરશે. ત્યારબાદ શાષાીશ્રી દ્વારા શાષાોકત વિધીથી લગ્ન વિધી કરાવવામાં આવશે. સાંજે ગૌધુલીક સમય ૬.૧૦ કલાકે હસ્તમેળાપ થશે. ત્યારબાદ નવદંપતિ અને તેમના માતાપિતાને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવશે.
અખિલ ગુજરાત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. જયેન્દ્રસિંહ એમ. જાડેજા, શ્રી પી.ટી. જાડેજા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ, તેમજ નિરૂભા જાલા પ્રદેશ અધ્યક્ષશ્રીના માર્ગદર્શન અનુસાર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા યુવાસંઘ, મહિલા સંઘ તેમજ યુવા પાંખના હોદ્દેદારો જહેમત ઉઠાવ રહ્યા છે.
કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) પ્રમુખ રાજકોટ જીલ્લો, પથુભા જાડેજા (ખોખરી) પ્રમુખ રાજકોટ શહેર, શ્રી કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) પ્રદેશમંત્રી, નિમળસિંહ ઝાલા (નેકનામ), ભારતસિંહ ઝાલા (રતનપર), વી.પી. જાડેજા (પડધરી), કિશોરસિંહ જાડેજા (મુળીલા), બળદેવસિંહ ગોહિલ (કુકડ), રાજભા વાળા (હરીયાસણ), મહિપતસિંહ પરમાર (ટીકર), માર્ગદર્શન આપી રહ્યા છે. આ સમૂહ લગ્નોત્સવને સફળતા અપાવવા સમુહલગ્ન સમિતિના ચેરમેન શ્રી પી.ટી. જાડેજા (હડમતીયા જ.) કન્વીનર શ્રી હિતેન્દ્રસિંહ ડી. ઝાલા (કોઠારીયા જડેશ્વર), અક્ષીતસિંહ પી. જાડેજા (હડમતીયા જં) સહ કન્વીનર, કનકસિંહ ઝાલા (બલાળા) સહ કન્વીનર, હિતેન્દ્રસિંહ ઝાલા (ઇગોરાળા) સહ કન્વીનર, બલભદ્રસિંહ જાડેજા (પડવલા), ક્રિપાલસિંહ જાડેજા (વચલી ઘોડી), જગદેવસિંહ જાડેજા (ડેરી વડાળા), નરેન્દ્રસિંહ જાડેજા (હડમતીયા જં.), શક્તિસિંહ પરમાર (ચાણપર), દિલીપસિંહ જાડેજા (મેટીયા), મેઘરાજસિંહ ઝાલા (રાજચરાડી), જયપાલસિંહ જાડેજા (કોટડા નાયાણી), વનરાજસિંહ જાડેજા (પીપરડી), ભગીરથસિંહ જાડેજા (કોટડા ના.), ઝલકિતસિંહ વાઘેલા (ગોઘાવી), યશપાલસિંહ જાડેજા (રાવકી) તેમજ રાજકોટ શહેર - જીલ્લાના દોલતસિંહ જાડેજા (ખીજદડ), રાજભા જાડેજા (ખાખડાબેલા), પી.વી. જાડેજા (માણેકવાળા), અશોકસિંહ જાડેજા (દોમળા), ચંપકસિંહ જાડેજા (વડાળી), કિરીટસિંહ ઝાલા (રાતીદેવળી), મજબુતસિંહ જાડેજા (પડવલા), રવિન્દ્રસિંહ જાડેજા (પડઘરી) જયદેવસિંહ ઝાલા (જેતપુર), હેમંતસિંહ જાડેજા (ઉપલેટા), વિક્રમસિંહ જાડેજા (ધોરાજી), જયપાલસિંહ સરવૈયા (લોધીકા), રવિરાજસિંહ જાડેજા (ખાખડાબેલા), જયપાલસિંહ ઝાલા (રતનપર), મહાવિરસિંહ જાડેજા (જામકંડોરાણા), પુષ્પરાજસિંહ જાડેજા (ધુળીયા દોમડા), ઓમદેવસિંહ જાડેજા, (ગોંડલ), મહિલા સંઘના કા. અધ્યક્ષ, જયશ્રીબા પી. જાડેજા, હિનાબા ગોહિ, પવિત્રાબા જાડેજા, ચંદ્રાબા પરમાર, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ભાવનાબા જાડેજા, મીનાબા જાડેજા, પુર્ણાબા ગોહીલ ગુહમાતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સમુહ લગ્નમાં ૧૧ દિકરીબાઓના સંપૂર્ણ કરિયાવર મુખ્ય દાતા જીતેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલા (ખેરવા) પરિવાર તેમજ આજીવન દાતા તરીકે સ્વ. સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા તથા પરિવાર, જુની કલાવડી દ્વારા આર્થિક અનુદાન આપવામાં આવેલ હોવાનું જણાવાયું છે. સમુહ લગ્નમાં દરેક કન્યાઓને ૧૦૦ થી વધુ ભેટ-સોગાદ આપવામાં આવશે.
આ સમુહ લગ્નમાં દાતા શ્રી પરાક્રમસિંહ જાડેજા, જયોતિ સી.એન.સી. મયુરધ્વજસિંહ એમ. જાડેજા (પડાણા) જે.એમ.જે. ગૃપ, મોહીતસિંહ બી. ઝાલા સિદ્ધિવિનાયક મોટર, સહદેવસિંહ ડી. ઝાલા કોઁરોલ (પર્વ મેટલ), યુવરાજસિંહ જાડેજા (ચાંપાબેડા) ઋષીરાજસિંહ નિલેશસિંહ ઝાલા (વણા) હોટર આર.આર.ઇન, સ્વ. પી.પી. જાડેજા પ્રદ્યમન ગૃપ નાનામૌવા, વિરેન્દ્રસિંહ ઝાલા - સમલા, સુરૂભા જાડેજા (રાવકી) ક્રિપાલસિંહ જાડેજા (વાગુદડ) રોઝર મોટર્સ, મહિપતસિંહ ચુડાસમા, હોટલ જયસન, શ્રીમતી જયશ્રીબા પી.ટી. જાડેજા (હડમતીયા જ.) તથા મહિલા સંઘ, મનોહરસિંહ (બબાભાઇ) રમુભા ઝાલા, રોજાસર, સહદેવસિંહ ડી. ઝાલા (પર્વ મેટલ), સહદેવસિંહ વાઘેલા - દેવ બિલ્ડર્સ, દિલીપસિંહ પી. જાડેજા (ઇટાળા) પી.સી.સી., રાજદિપસિંહ એમ. જાડેજા (વાવડી કો) રાજકોટ શહેર ભાજપ અગ્રણી, હાર્દિકસિંહ એમ. જાડેજા (ખજુરડી), હીના એન્જી., યશપાલસિંહ જાડેજા (ચાંદલી)નો આર્થિક સહયોગ હોવાનું જણાવાયું છે.
આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન શ્રી મહારાણા રાજ સાહેબ કેશરીદેવસિંહ ઝાલા - સાસંદ શ્રી ડૉ. જયેન્દ્રસિંહ એમ. જાડેજા, એમ.ડી. અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, શ્રી જનકસિંહ ગોહિલ (કુકડ) નાયબ નિયામકશ્રી (સૌરાષ્ટ્ર ઝોન), હનુમંતસિંહ જાડેજા પુર્વ અધિક કલેકટરશ્રી, નિરૂભા બી. ઝાલા પ્રદેશ અધ્યક્ષ, દિપકસિંહ ઝાલા, મહામંત્રી આ.રા.યુ. સંઘ, રૂદ્રદતસિંહ વાઘેલા કા. પ્રદેશ અધ્યક્ષ, બાશ્રી દસરથબા પરમાર પ્રદેશ અધ્યક્ષ મહિલા સંઘ, દિગવિજયસિંહ ઝાલા પ્રેદેશ અધ્યક્ષ યુવા પાંખ ઉપસ્થિત રહેશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘ, રાજકોટ, જિલ્લા શહેરના હોદ્દેદારો સર્વશ્રી પી.ટી. જાડેજા - હડમતીયા જંકશન, કિશોરસિંહ જેઠવા - પાંડાવદર, હિેતન્દ્રસિંહ જાલા - જડે. કોઠારામ, કિરીટસિંહ જાડેજા - મોટાભેલ, પથુભા જાડેજા - ખોખરા, રઘુરાજસિંહ ઝાલા - ખેરવા, બળદેવસિંહ ગોહિલ - કુકડ, નિર્મળસિંહ ઝાલા - નેકનામ, અક્ષિતસિંહ જાડોજા - હડમતીયા જંકશન, ભૂપેન્દ્રસિંહ ઝાલા - બલાળા, હિેતેન્દ્રસિંહ ઝાલા અને રઘુરાજસિંહ ઝાલા - ખેરવા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:38 PM IST)










