<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

જામનગરના નિકાવા ગામે રવિવારે ૧૧ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : મેઘવાળ સમાજના ચોથા સમુહલગ્ન

દાદાશ્રી પાંચાજી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરીયાવરમાં ૬૫થી વધુ વસ્‍તુઓ આપશે

રાજકોટ : ગામ નિકાવા તાલુકો કાલાવડ, જીલ્લો જામનગર દાદાશ્રી પાંચાજીની જગ્‍યા ‘‘પાવનધરા'' ખાતે દાદાશ્રી પાંચાજી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્‍ટની ઉત્‍સવ સમિતિ દ્વારા ચોથા સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગરીબ મા,બાપ અથવા મા,બાપ વગરના દિકરી દિકરાઓની ૧૧ જોડીઓ તા. ૨૨ને રવિવારના રોજ નિકાવા ખાતે પ્રભુતામાં પગલા પાડનાર છે. જેમાં સંતો, મહંતો, રાજકિય આગેવાનો સમાજશ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહેશે. દિકરીઓના કરીયાવરમાં ૬૫થી વધું ચીજ-વસ્‍તુઓ કરીયાવરમાં આપવામાં આવનાર છે.

આયોજનમાં સંસ્‍થાના મહંતશ્રી બકુળલ બાપું, ગીરીષભાઇ દવેરા, જેન્‍તીભાઇ પરમાર, અરજણભાઇ દવેરા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. આ ભગીરથ કાર્યમાં ૪૨ ગામ દવેરા પરિવારનો સહયોગ મળી રહ્યાનું યાદીમાં જણાવાયું છે. વધુ વિગત માટે મો. ૯૯૨૫૦ ૪૫૬૯૭ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

(12:56 PM IST)