News of Thursday, 19th February 2026
વૈદિક હોળી માટે ગોપી ગૌ ગુરૂકુળ દ્વારા ગૌકાસ્ટનું નિર્માણ
પર્યાવરણ જાગૃતિનું અભિયાન : ગાયના છાણમાંથી ત્રણ કિલોની સ્ટીક બનાવાઇ : હોળી આયોજકોને નહીં નફો નહીં નુકશાનના દરે અપાશે : વૃક્ષોનું નિકંદન અટકે અને ગૌવંશનું જતન થાય તે સંસ્થાનો મુખ્ય ધ્યેય

રાજકોટ : હિન્દુ સમુદાયમાં ધાર્મિક રીતે ભારે મહત્મ્ય ધરાવતા પર્વ હોળીને હવે થોડાક જ દિવસોનો સમય બાકી છે. આ પર્વ દરમિયાન શહેરમાં ઠેકઠેકાણે હોલિકાદહન થશે. જો કે, હોળી પર્વ દરમિયાન લાખો ટન લાકડાના ઉપયોગ સામે ધાર્મિક મહાત્મ્ય પણ જળવાઇ રહે અને સામાજિક જાગૃતિ પર્યાવરણની જાળવણીનો સંદેશ આપી શકાય એ માટે રણુજાની ગીરગંગા સંસ્થા દ્વારા ગૌમયકાસ્ટ એટલે કે ગાયના છાણામાંથી બનેલા ગોબર સ્ટીકથી વૈદિક હોળી પ્રગટવાની ઝુંબેશ શરૂ કરાઇ છે.
વૃક્ષોનું નિકંદન અટકે તે સાથે જ ગૌવંશનું જતન થાય પર્યાવરણની જાળવણી થઇ શકે તે માટે કાલાવાડ તાલુકાના રણુંજા ગામે વોડીસાંગની બાજુમાં આવેલી ગીરગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌ ગુરૂકુળ સંસ્થા દ્વારા છેલ્લા સાત વર્ષથી ઝુંબેશ છેડાઇ છે. વૈદિક હોલિકાદહન કરવાની અભિયાન શરૂ થયું છે. ગોપી ગૌ શાળામાં લીખાભાઇ સખીયા અને દિનેશભાઇ ચીખલીયાની મદદ ગાયના છાણામાંથી ગોબર સ્ટીક બનાવાઇ રહી છે. અઢીથી ત્રણ કિલોની એક ગોબર સ્ટીક બનાવાય છે. જેની એક કિલોના રૂા. ૧પ/- થાય છે. હોલિકાદહન માટે તેનો ઉપયોગ કરાય તે માટે શહેરી જનોને મો. નં. ૯૪૦૯૬૯ર૬૯૧ પર કોન્ટેકટ કરવા હાકલ કરાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રણુંજા વોડીસાંગ, ગીરગંગા સંસ્થા દ્વારા ગોપી ગૌ ગુરૂકુળ ગૌ શાળા ૧પ વર્ષ પહેલા માત્ર પાંચ ગાય સાથે ગૌશાળા શરૂ કરાઇ હતી. તેમાં આજે ર૦૦થી વધુ ગાયોનું જતન થાય છે. ગૌ શાળામાં અર્ક, નાના છાણા, અગિ્નહોત્ર યજ્ઞ માટે છાણા, સજીવ ખેતી માટે વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ ગાયના શુદ્ધ ઘી, તેમજ ગાયનું શુદ્ધ દુધ કાચની બોટલમાં ભરીને છેલ્લા ૧ર વર્ષથી વેચાણ કરાય છે. ગત વર્ષે સંસ્થા દ્વારા શરૂ કારયેલ ઝુંબેશ અંતરગત ૩પ૦ શેરી અને સોસાયટીમાં ગૌમયકાસ્ટની મદદથી વૈદિક હોળી પ્રગટાવી હતી. સંચાલક દિલીપભાઇ સખીયાના જણાવ્યા મુજબ ગત વર્ષે ૩પ૦ હોળી સામે પ૦૦ વૈદિક હોળી પ્રગટે એ માટે પ૦ ટન ગોબર સ્ટીક પૂરી પાડવાનો સંકલ્પ કર્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં વિઠ્ઠલભાઇ બાલધા અને મયુરભાઇ દેસાઇ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:36 PM IST)










