તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
મનપાના ઇતિહાસમાં બીજા મોટા ડિમોલીશન માટે તંત્ર સજ્જ

રાજકોટઃ મનપાના સતાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર ૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ વોર્ડમાંથી કુલ ૨૧ જેસીબી, ૨૬ ટ્રેકટર, ૨ હિટાચી, ૧૫૦ જેટલા મજુર, ૩૮ ગેસ કટર, ૧૮ ટ્રેકટર બ્રેકર મદદથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. એટલું જ નહિ આ ડિમોલિશન માટે અત્યારથી જ જેસીબી અને હિટાચી મશીનના ડ્રાઇવરના નામ નંબર સાથે લિસ્ટ તૈયાર કરી રાખવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે ૧૩૫૭ જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યાર આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી છે.
આગામી શનિ અથવા રવિવારના રોજ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા અધિકરીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મેગા ડિમોલિશનમાં ૨૧ જેસીબી, ૨૬ ટ્રેક્ટર, ૨ હિટાચી, ૧૫૦ જેટલા મજૂર, ૩૮ ગેસ કટર મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે.રાધાકળષ્ણનગરના આવેલા વેલનાથજી મંદિરને પણ તોડી પાડવા તંત્રની નોટિસ. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના રૈયાધાર વિસ્તારમાં પૂવ ર્ કમિશનર વિજય મહેરાના સમયમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું ત્યારબાદ અઅચા મોટુ બીજુ ડિમોલીશન હશે.
(2:53 PM IST)










