<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રાજકોટમાં ઓશોના નાના ભાઈ સ્‍વામિ શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી અને માં અમૃત પ્રિયાજીનો ભવ્‍ય સ્‍વાગત સમારોહ યોજાશે

ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિરે રવિવારે સત્‍સંગ, પ્રશ્નોત્તરી અને સ્‍વામિ આનંદ પ્રેમની દ્વિતીય પુણ્‍યતિથિ નિમિત્તે હૃદયાંજલીનો ત્રિવેણી સંગમ

રાજકોટ : શહેરના હૃદય સમા કિશાનપરા ચોકમાં આવેલા ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર ખાતે આગામી ૨૨ ફેબ્રુઆરી, રવિવારના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે ઓશોના અનુજ અને જાણીતા સન્‍યાસી ડૉ. સ્‍વામિ શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી તથા માં અમળત પ્રિયાજી ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં સદ્દગત સ્‍વામિ આનંદ પ્રેમ (દિનેશભાઈ સાંગાણી)ની દ્વિતીય વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે હૃદયાંજલી અને પુષ્‍પાંજલી અર્પણ કરવામાં આવશે, જે બાદ મહાનુભાવો દ્વારા સત્‍સંગ અને જિજ્ઞાસુઓ માટે પ્રશ્નોત્તરીનું પણ આયોજન કરાયું છે.

ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર દ્વારા આયોજિત આ કાર્યક્રમની વિગતો આપતા પ્રમુખ સ્‍વામિ સત્‍યા શિવમ્‌ (છગનભાઈ કે. રામાણી) અને સ્‍વામિ આનંદ પારસ (ગિરીશભાઈ પ્રજાપતિ)એ જણાવ્‍યું છે કે, રવિવારે સાંજે ૪ થી ૮:૩૦ વાગ્‍યા દરમિયાન આ ત્રિવેણી કાર્યક્રમ યોજાશે. જેમાં ઓશો સન્‍યાસીઓ અને પ્રેમીઓ માટે ડૉ. સ્‍વામિ શૈલેન્‍દ્ર સરસ્‍વતીજીના સાનિધ્‍યમાં આધ્‍યાત્‍મિક મિલાપ થશે.

સ્‍વામિ આનંદ પ્રેમ (દિનેશભાઈ સાંગાણી), જેઓ ઓશો પરિવાર સાથે ગાઢ આત્‍મીય નાતો ધરાવતા હતા, તેમની બીજી નિર્વાણ તિથિ નિમિત્તે વિશેષ પ્રાર્થના સભા અને પુષ્‍પાંજલી વિધિ યોજાશે.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ (નિર્વાણ) દ્વારા કરવામાં આવશે, જ્‍યારે માં પૂર્વાનંદિ (માં પૂર્વિ પ્રકાશ) પ્રવક્‍તા તરીકે સેવા આપશે.

કાર્યક્રમના અંતે રાત્રે ૮:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.  આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્‍છતા તમામ ઓશો પ્રેમીઓ માટે એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવી ફરજીયાત છે. આયોજકો દ્વારા સ્‍પષ્ટતા કરવામાં આવી છે કે શિસ્‍ત જાળવવા માટે સાંજે ૪ વાગ્‍યા પછી પ્રવેશ આપવામાં આવશે નહીં.

સ્‍થળ : ઓશો ગીતા નિવેદિતા ધ્‍યાન મંદિર, રાજુભાઈ ફુલવાળાની બાજુમાં, એ.જી. ઓફિસ પાછળ, કિશાનપરા ચોક, રાજકોટ. નોંધણી માટે સંપર્ક : સ્‍વામિ સત્‍ય પ્રકાશ : ૯૪૨૭૨ ૫૪૨૧૬, સ્‍વામિ સંજીવ રાઠોડ : ૯૮૨૪૮ ૮૬૦૭૦, સ્‍વામિ સહજ સંગીતમ : ૯૪૦૯૧ ૫૨૪૭૧.

સદગુરૂ ઓશોના નાનાભાઇ ડો. સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજી તથા મા અમૃત પ્રિયાજીનો પરિચય

*સ્‍વામીજીનો જન્‍મ ૧૭ જૂન ૧૯૫૫ માં મધ્‍યપ્રદેશના ગાડરવાડા ગામે રજનીશજીના પાંચમાં ભાઇના રૂપમાં થયેલ. ૧૯૭૯ માં જબલપુર મેડીકલની MBBS ડીગ્રી પ્રથમ ક્રમાંકે હાંસલ કરી તેજ વર્ષમાં અમૃત પ્રિવાજી સાથે વિવાદ બંધનમાં બંધાયા અને શ્રી રજનીશ આશ્રમ પુનાની હોસ્‍પીટલમાં તબીબી સેવા આપવાનું ચાલુ કરેલ.

* ૧૯૮૧ માં ઓશો અમેરીકા જતા સ્‍વામીજી પણ ગુરૂની સેવામાં રજનીશપુરમ અમેરીકા ગયેલ.

જ્જ ૧૯૮૫ માં ઓશો ભારત પરત ફરતા સ્‍વામીજી પણ વતનની સેવામાં પાછા ફરી મધ્‍યપ્રદેશના રાહડોલ જિલ્લામાં આવેલ અમલાઇ ખાતેની સી.કે. બીરલા ગ્રુપની ઓરીયેન્‍ટ પેપ રમીલની હોસ્‍પીટલમાં મેડીકલ ઓફીસર તરીકે  ૧૨ વર્ષ સુધી સેવા આપેલ.

* ઓશોના અંતિમ દિવસમાં ફરીથી પુના આશ્રમમાં સેવા આપેલ.

* સ્‍વામીજીએ કરેલ ઓશો સાહિત્‍યના ભાષાંતર તથા સંપાદનના સેકડો પુસ્‍તકો પુના આશ્રમ દ્વારા પ્રકાશીત થયેલ છે.

* સ્‍વામીજીએ ગુરૂ સેવા માટે પોતાનો તબીબી વ્‍યવસાય છોડીને ૧૯૯૮ થી પૂર્ણરૂપથી ઓશો ધ્‍યાન ચેનલોમાં સાક્ષાત્‍કાર દેવાનું શરૂ કરેલ ત્‍યારથી ભારત ઉપરાંત નેપાળ, અમેરીકા, કેનેડા જાપાન વગેરે દેશોમાં તેમની ધ્‍યાન શીબીરનું  આયોજન થતુ રહે છે. તેઓ આસ્‍થા શ્રધ્‍ધા તથા યુટુબ ચેનલો પર એક હજારથી વધુ પ્રવચનો આપી ચુક્‍યા છે. જે ૪૦ પુસ્‍તકો તથા સેકડો ઓડીયો વીડીયોના રૂપમાં ઉપલબ્‍ધ છે. જેમાં તેમનો સદગરૂ ઓશોની શિક્ષા તથા આંતરીક જગતના ગુણ રહસ્‍થોને સરળ ભાષામાં સમજાવેલ છે.

* સદગુરૂ ઓશોના કાર્યને વિસ્‍તાર આપવા ૨૦૧૨ માં ઓશો ફેગરન્‍સ (OSHO FRAGRONCE) સંસ્‍થાની સ્‍થાપના કરી.

* ઓશોના કાળ દરમ્‍યાન ઘેરબેઠા સાધનો માટે શરૂ કરાયેલ ઓશોની ધ્‍વનિવિધિયોની ઓનલાઇન શિબિર દ્રારા ધ્‍યાન પ્રશિક્ષણનું કાર્ય આજે પણ નિયમિતરૂપે ચાલુ છે.

* સ્‍વામીજીએ પડોશી દેશ નેપાળના ચિતવન નેશનલ પાર્ક જંગલમાં સોૈરાદા ગામમાં આવેલ ઓશો આખુ મેનુ વર્ષો સુધી સફળ સંચાલન કરી વિસ્‍તાર કાર્ય કરેલ છે.

* હાલમાં દિલ્‍હીથી ૬૦ કી.મી. દુર હરિયાણાના સોનીપત પાસે આવેલ દિપાલપુર ગામમાં ખુબ જ સુંદર એવા શ્રી રજનીશ ધ્‍યાનમંદિર આશ્રમનું નિર્માણ કરી દેશ વિદેશથી આવતા જિજ્ઞાસુ સાધકોને ધ્‍યાન સાધના  માટે શ્‍વામીજી તથા માતાજી નિરંતર માર્ગદર્શન આપી રહ્યા છે.

* ડો. સ્‍વામી શૈલેન્‍દ્ર સરસ્‍વતીજીના ધર્મત્‍ની મા અમૃત પ્રિયાજીને પણ નાનપણથી જ માતા પિતા દ્વારા ધર્મ-ભક્‍તિના ઉચ્‍ચ સંસ્‍કાર મળેલ. તેમણે ૧૯૭૩ માં ઓશો નવ સંન્‍યાસ દિક્ષા પ્રપ્ત કરી.

* ૧૯૭૯ માં તેમણે સંનીત પ્રભાકર તથા ફીલોસોફીની માસ્‍ટર ડીગ્રી પ્રપ્‍ત કરી તથા લગ્નગ્રંથીથી જોડાણ.

* ૧૯૭૮ થી ૧૯૮૧ દરમ્‍યાન સદગુરૂ ઓશોની સેવામાં પુના આશ્રમમં નિવાસ કરેલ. બાદમાં ૧૯૮૨ થી ૧૯૮૫ દરમ્‍યાન રજનીશપુરમ અમેરીકા ખાતે આશ્રમ સેવા બાદમાં ડો. શૈલેન્‍દ્રજી સાથે ભારત પાછા ફરી મધ્‍યપ્રદેશમાં બિરલા ગ્રપની વિદ્યાદયમાં ૧૨ વર્ષ સુધી સંગીત શિક્ષક તરીકે સેવા આપેલ.

* ઓશોના અંતિમ સમયમાં ઓગસ્‍ટ ૧૯૮૯ થી એક વર્ષ માટે ફરીથી આશ્રમ નિવાસ.

* સદગુરૂ ઓશોની ઉપસ્‍થિતિમાં પુના આશ્રમ બુધ્‍ધા હોલમાં લાઇવ ભજન કીર્તન આજે પણ તેમના ૪૦ જેટલા ભજન-કીર્તન આલ્‍બમ ઓસો જગતમાંધુમ મચાવે છે.

* ઓશો ફેગરન્‍સના સ્‍થાપક તરીકે સ્‍વામીજી તથા માતાજી નિયમિત ધ્‍યાન કાર્યક્રમો દ્વારા સદગુરૂ ઓશોના કાર્યને શુધ્‍ધ રૂપથી આગળ વધારી રહ્યા છે.

* OSHO FRAGRANCE.ORG વેબસાઇટ પર ઓશો ધ્‍યાન સાહિત્‍ય તથા ધ્‍યાન સંગીત વિના મુલ્‍યે નિઃશુલ્‍ક ઉપલબ્‍ધ છે.

(3:58 PM IST)