News of Thursday, 19th February 2026
બજેટમાં દુકાન અને સંસ્થા સુધારા વિધેયકથી લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહનઃ રમેશભાઇ ટીલાળા

ગુજરાત વિધાનસભામાં ગુજરાત દુકાન અને સંસ્થા (રોજગાર નિયંત્રણ અને સેવાની શરતો) (સુધારા) વિધેયક, ૨૦૨૬ અંગે ચર્ચા દરમિયાન રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે આ સુધારો રાજ્યના લાખો નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે ઐતિહાસિક સાબિત થશે.
અગિાઉ ૧૦ અથવા તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓ માટે ફરજિયાત નોંધણીની જોગવાઈ હતી, જેને હવે વધારીને ૨૦ કર્મચારીઓ સુધી કરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો નાના વેપારીઓને વહીવટી પ્રક્રિયાના ભારણમાંથી રાહત મળશે અને તેઓ પોતાના વ્યવસાયના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વિકાસ સાથે કામદારોના હક્કો સુરક્ષિત રહે તે સરકારની પ્રાથમિકતા છે. કામના કલાકો, આરામનો સમય, ઓવરટાઈમ વેતન, રજાઓ અને સુરક્ષિત કાર્ય પરિસ્થિતિ જેવી જોગવાઈઓને માનવ અધિકાર સમાન મહત્વ આપવામાં આવ્યું છે.
નવા લેબર કોડ મુજબ મહિલાઓને રાત્રિ શિફ્ટ સહિત કોઈપણ શિફ્ટમાં કામ કરવાની છૂટ મળશે. ઉપરાંત ર્ં સમાન કામ - સમાન વેતનની જોગવાઈ તથા ફરજિયાત નિયુક્તિ પત્ર આપવાની વ્યવસ્થા અમલમાં રહેશે તેમ અંતમાં શ્રી ટીલાળાએ જણાવ્યુ છે
(3:30 PM IST)










