<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

ગુજરાતના વિઝનરી બજેટથી રાજકોટના વિકાસને નવી દિશા મળશે

મુખ્‍યમંત્રી-નાણામંત્રીને અભિનંદન પાઠવતા મનપા પદાધિકારીઓ

રાજકોટ : ગુજરાતના  મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વમાં અને નાણામંત્રી  કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્‍તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવળત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું    રૂ.૪ લાખ ૮ હજાર પ૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર એ ‘વિકસિત ગુજરાત' ના નિર્માણ તરફનું એક મક્કમ પગલું છે. 

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલ ઐતિહાસિક બજેટ જે મુખ્‍યત્‍વે 'GYAN' - ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્‍તિ મોડેલ પર આધારિત છે. આ બજેટને રાજકોટ મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા  લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા સહિતનાએ હર્ષભેર વધાવ્‍યું છે. પદાધિકારીઓએ આ બજેટને લોકભોગ્‍ય, સર્વગ્રાહી અને ગુજરાતના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનારું ગણાવ્‍યું છે. મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાણામંત્રી  કનુભાઈ દેસાઈના આ વિઝનરી બજેટથી માત્ર રાજ્‍યનો જ નહીં, પરંતુ રાજકોટ શહેરના આંતરમાળખાકીય વિકાસને પણ નવી દિશા મળશે. ખાસ કરીને શહેરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર માટેની રૂ.૩૩,૫૦૪ કરોડની જોગવાઈ રાજકોટના વિકાસમાં સીમાચિホરૂપ સાબિત થશે.

(3:31 PM IST)