<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th February 2026

રૂડાની ખોખડદડ ટીપી સ્‍કીમ ૫૪-૫૫નો ઇરાદો જાહેર : સલાહ - સૂચનો મંગાવાયા

રાજકોટ, તા.૧૯: સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં. ૫૪-(ખોખળદળ) આથી, હિત સબંધ ધરાવનાર વ્‍યક્‍તિઓને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.૨૩/૦૯/૨૦૨૫ ની બોર્ડ બેઠક નં.૧૭૮ના ઠરાવ નં.૨૦૩૬થી અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૧૬ હેઠળ સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૪-(ખોખળદળ)નો રૂડાએ બનાવવા ઈરાદો જાહેર કરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈ હેઠળ સદરહું યોજના નં. ૫૪પ્ર(ખોખળદળ)નો સૂચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના નિયમોને આનુસાંગિક યોજનાનો મુસદો ઘડવામાં આવેલ છે.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમો-૧૭ની જોગવાઈ હેઠળ સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૪-(ખોખળદળ)ના મુસદાની સૂચિત દરખાસ્‍તોની સમજણ આપવા તથા સલાહ સૂચનો મેળવવા માટે યોજના વિસ્‍તારમાં સમાવેશ થતા તમામ જમીનના માલિકો તથા હિત સબંધ ધરાવતા વ્‍યક્‍તિઓને વ્‍યક્‍તિગત નોટીસ આપવામાં આવેલ છે. તેમ છતાં સરનામાના અભાવે કે અન્‍ય કોઈ કારણોસર સબંધિત વ્‍યક્‍તિઓને ઉક્‍ત નોટીસ મળેલ ન હોય તો પણ ઉપરોક્‍ત યોજના વિસ્‍તારના જમીન માલિકોએ નીચેની વિગતે સ્‍થળે, સમયે અને તારીખે જમીનોના માલિકોની સભામાં ઉપસ્‍થિત રહેવા આથી જાણ કરવામાં આવે છે.

સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં. ૫૫-(ખોખળદળ) : આથી, હિત સબંધ ધરાવનાર વ્‍યક્‍તિઓને જાણ કરવામાં આવે છે કે, રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.૨૩/૦૯/૨૦૨૫ ની બોર્ડ બેઠક નં.૧૭૮ના ઠરાવ નં.૨૦૩૭થી અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-૧૯૭૯ના નિયમ-૧૬ હેઠળ સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૫૫-(ખોખળદળ)નો રૂડાએ બનાવવા ઈરાદો જાહેર કરેલ છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈ હેઠળ સદરહું યોજના નં. ૫૫-(ખોખળદળ)નો સૂચિત મુસદો ઘડીને યોજનાની જોગવાઈઓ પાર પાડવા માટેના નિયમોને આનુસાંગિક યોજનાનો મુસદો ઘડવામાં આવેલ છે.

મોજેઃખોખડદળ ૨/૧, ૨/૨ પૈકી, ૨/૩, ૨/૪, ૩ પૈકી. ૪, ૫ પૈકી, ૬ પૈકી, ૭ પૈકી, ૮ પૈકી, ૨૩૧પૈકી, ૨૩રપૈકી, ૨૩૩ પૈકી, ૨૩૪ પૈકી, ૨૩૫ પૈકી, ૨૩૬પૈકી, ૨૩૭, ૨૩૮, ૨૩૯પૈકી, ૨૪૦ પૈકી, ૨૪૧પૈકી, ૨૪૨ પૈકી, ૨૪૩ પૈકી, ૨૪૪ પૈકી, ૨૪૫, ૨૪૬, ૨૪૭, ૨૪૯ પૈકી, ૨૫૦/૧પૈકી, ૨૫૦/૨, ૨૫૧પૈકી, ૨૫ર પૈકી, ૨૫૩, ૨૫૪/૧, ૨૫૪/૨, ૨૫૪/૩, ૨૫૪/૪, ૨૫૪/૫, ૨૫૪/૬, ૨૫૪/૭, ૨૫૪/૮, ૨૫૪/૯, ૨૫૪/૧૦, ૨૫૪/૧૧, ૨૫૪/૧૨, ૨૫૪/૧૩, ૨૫૪/૧૪, ૨૫૪/૧૫, ૨૫૫/૧, ૨૫૫/૨, ૨૫૫/૩, ૨૫૫/૪, ૨૫૫/૫, ૨૫૬/૨ પૈકી, ૨૫૬/૩ પૈકી, ૨૫૭, ૨૫૮, ૨૫૯/૧ પૈકી, ૨૫૯/૨, ૨૬૦ પૈકી, ૨૬૧/૧/૨, ૨૬૧/૧/૨, ૨૬૧/૧/૩, ૨૬૧/૧/૪, ૨૬૧/૧/૫/અ, ૨૬૧/૧/૫/બ, ૨૬૧/૧/૬, ૨૬૧/૧ પૈકી, ૨૬૧/૨, ૨૬ર પૈકી તથા સરકાશ્રીની માલિકીના રે.સર્વે નં. ૨૫૯/૧પૈકી, ૨૬૪, ૨૩૯ પૈકી, ૨૩૯ પૈકી, ૨૫૯/૩. ૨૬૦ પૈકીપ, ૨૬૧ પૈકી/ ૧ પૈકી, ૨૬ર પૈકી પડતર જમીનનો અને રે.સર્વે નં. ૨૬૪પૈકી નદીનો સમાવેશ થાય છે.

(4:00 PM IST)