<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

જંગલેશ્વરમાં ડીમોલેશન પહેલા અમુક લોકોએ જાતે ગેરકાયદે દબાણ હટાવ્‍યા

મનપા દ્વારા સોમવાર માટે ૨૬૦થી વધુ મશીનરી અને માનવબળ સાથે માઇક્રો પ્‍લાનીંગઃ ૧૧૩૦થી વધુનો સ્‍ટાફ મૂકાશેઃ કન્‍ટ્રોલ રૂમ ધમધમશેઃ તૈયારીઓ પુરજોશમાં

રાજકોટ, તા., ર૦:  શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં આવેલ આજી નદી ના પટ્ટા તેમજ આખરી નગર રચના યોજના નં. ૬ અંતર્ગત ૧૫ મીટર પહોળાઈ ધરાવતા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતાં ગેરકાયદેસર બાંધકામો/દબાણો દૂર કરવા બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવ્‍યવસ્‍થિત અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત મિલ્‍કતધારકોને સમયાંતરે લેખિત નોટીસો પાઠવી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. સ્‍વૈચ્‍છિક રીતે દબાણો દૂર કરવા પૂરતો સમય આપવામાં આવ્‍યો હતો. માર્ગરેખા અને નદી પટ્ટાની હદ અંગે સ્‍પષ્ટ માહિતી આપવામાં આવી હતી. સ્‍વખર્ચે સ્‍વયં દબાણ દૂર કરવાની તક આપવામાં આવી હતી. તેમ છતાં કેટલાક સ્‍થળોએ ગેરકાયદેસર દબાણો યથાવત્‌ જોવા મળ્‍યા છે.

ગઇકાલ તા.૧૯ થી મહાનગર પાલિકાની અલગ-અલગ ટિમો જંગલેશ્વર વિસ્‍તારમાં સ્‍થળ પર પહોંચી રહી છે અને રહેવાસીઓ તથા સંબંધિત મિલ્‍કતધારકોને જાતે જ દબાણો દૂર કરવા અંગે સીધી સૂચના અને માર્ગદર્શન આપી રહી છે. ટીમો દ્વારા માર્ગરેખા દર્શાવી સ્‍પષ્ટ સમજણ આપવામાં આવી રહી છે. કાયદેસર સીમા અંગે સ્‍થળ પર જ માહિતી આપવામાં આવી રહી છે. સ્‍વૈચ્‍છિક રીતે દબાણ દૂર કરવા પ્રોત્‍સાહિત કરવામાં આવી રહ્યા છે. નાગરિકોને ૩ દિવસની અંતિમ સમયમર્યાદા અંગે ફરીથી જાણ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનો મુખ્‍ય હેતુ કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે દબાણો દૂર કરાવવાનો છે.

જેઓના કબ્‍જા/ભોગવટામાં આવેલા બિનઅધિકળત બાંધકામો અથવા દબાણો નિર્ધારિત ટી.પી. રોડની માર્ગરેખા અથવા આજી નદીના પટ્ટામાં આવે છે, તેઓએ ૩ દિવસની અંદર સ્‍વખર્ચે સ્‍વયં દબાણ દૂર કરી લેવું.

જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો સોમવારે તા.૨૩ થી મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીનો ખર્ચ સંબંધિત મિલ્‍કતધારક પાસેથી વસુલવામાં આવશે. સામગ્રીના નુકસાન માટે પણ સંબંધિત વ્‍યક્‍તિ જવાબદાર રહેશે. કાયદેસર જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મહાનગરપાલિકાની ટીમો દ્વારા સ્‍થળ પર માર્ગદર્શન અને સમજણ આપવામાં આવતા જંગલેશ્વરના રહેવાસીઓનો સહયોગ નોંધપાત્ર રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે. અનેક મિલ્‍કતધારકોએ જાતે જ દબાણો દૂર કરવાની શરૂઆત કરી છે. માર્ગરેખા અને નદી પટ્ટાની હદને સ્‍વીકારી સ્‍વૈચ્‍છિક રીતે બાંધકામો હટાવવામાં આવ્‍યા છે. શહેરના વિકાસ માટે તંત્ર સાથે સહકાર આપવાની ભાવના વ્‍યક્‍ત કરવામાં આવી છે. આવો સહયોગ શહેર માટે સકારાત્‍મક સંકેતરૂપ છે.

અમુક રહેવાસીઓએ મહાનગર પાલિકાની સુવ્‍યવસ્‍થિત અને પારદર્શક કામગીરી અંગે રાજીપો વ્‍યક્‍ત કર્યો છે. અગાઉથી નોટીસ અને સમય આપવાની પ્રક્રિયા અંગે સંતોષ વ્‍યક્‍ત કર્યો. સ્‍થળ પર સ્‍પષ્ટ માર્ગદર્શન અને સમજણ માટે આભાર વ્‍યક્‍ત કર્યો. કાયદેસર વિકાસકાર્યોને સમર્થન આપવાની તૈયારી દર્શાવી. નાગરિકો અને તંત્ર વચ્‍ચેનો આ વિશ્વાસ શહેરના સુનિયોજિત વિકાસ માટે મહત્‍વપૂર્ણ છે.

ડીમોલેશન કામગીરી દરમિયાન મહાનગરપાલિકા દ્વારા પીજીવીસીએલ સહિત અન્‍ય સંબંધિત સરકારી સંસ્‍થાઓ સાથે સંકલન કરવામાં આવશે. વીજ પુરવઠા લાઇન અને ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર બાબતે પૂર્વ તૈયારી જાહેર સુવિધાઓને ઓછામાં ઓછો વ્‍યતિરેક થાય તે માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે. કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગો સાથે સતત સંપર્ક કરવામાં આવ્‍યો છે.

જંગલેશ્વર વિસ્‍તારમાં સમગ્ર કામગીરીને સુવ્‍યવસ્‍થિત રીતે પાર પાડવા વિસ્‍તારને ૭ (સાત) ઝોનમાં વહેંચવામાં આવ્‍યો છે. દરેક ઝોનમાં વર્ગ-૧ સહિતના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, તકનીકી સ્‍ટાફ, સુપરવાઈઝર અને ફીલ્‍ડ કર્મચારીઓની ટીમ ઝોનવાઈઝ જવાબદારી અને કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવશે. આ રીતે કાર્ય વહેંચાણ થવાથી કામગીરી ઝડપી અને અસરકારક રીતે પૂર્ણ કરી શકાશે.

ડીમોલેશન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્‍થાપિત કરવામાં આવશે. તમામ સાત ઝોનમાંથી માહિતી પ્રાપ્ત કરાશે અને અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન અને તાત્‍કાલિક નિર્ણય પ્રક્રિયા તેમજ જાહેર સલામતી અને સંકલન માટે કેન્‍દ્રિય નિયંત્રણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાએ વિશાળ સ્‍તરે માઈક્રો પ્‍લાનિંગ કર્યું છે. ૬૪થી વધુ થ્‍ઘ્‍ગ્‍ મશીનો, ૮૪ ટ્રેક્‍ટર, ૭ હિટાચી મશીન, ૫૦ ટ્રેક્‍ટર બ્રેકર, ૪૨ ગેસ કટર, ૧૪ ડમ્‍પર અને મોટી સંખ્‍યામાં મજૂરો, ટેકનિકલ સ્‍ટાફ અને સુપરવિઝન ટીમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સુનિヘતિ આયોજન સાથે ઝોનવાઈઝ અને તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કાર્યવાહી દરમિયાન નાગરિકોની સલામતી સર્વોચ્‍ચ પ્રાથમિકતા રહેશે. મેડિકલ ટીમ સ્‍ટેન્‍ડ બાય  રહેશે, ફાયર ફાઈટર ટીમ તૈનાત રહેશે, એમ્‍બ્‍યુલન્‍સ સેવા ઉપલબ્‍ધ રહેશે, પોલીસ બંદોબસ્‍ત સાથે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાશે.

આમ મહાનગરપાલિકાની અપીલ બાદ અમુક રહેવાસીઓએ કોઈ દબાણ વિના સ્‍વખર્ચે જાતે જ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે.

(4:02 PM IST)