<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

વોર્ડ નં.૦૫માં ગૌરવ પથ, પેવીંગ બ્‍લોક સહિત રૂા. ૪૫.૬૭ કરોડના વિકાસ કામ

રાજકોટ :મહાનગર પાલિકાના વોર્ડ નં.૦૫માં રૂા. ૪૩.૮૪ કરોડના ખર્ચે પેડક રોડને ગૌરવપથ તરીકે ડેવલપ કરવાનું કામ,  શીવસૃષ્ટિ પાર્ક-૧ અને ૩, પ્રજાપતી સોસાયટી તથા અવધપુરી સોસાયટીનાં કોમન પ્‍લોટમાં તેમજ શિવમ સોસાયટી મેઇન રોડ, ગિતાંજલી સ્‍કુલ વાળો રોડ તથા હુડકો ક્‍વાર્ટરના આવેલ વિસ્‍તામાં રૂા. ૩૫.૧૦ લાખના ખર્ચે રોડ સાઇડનાં પડખામાં જનભાગીદારીથી પેવિંગ બ્‍લોક નાખવાનું કામ,વિરાણી અઘાટ થી બોલબાલા રોડ સુધીમાં રૂા.૪૬.૦૧ લાખના ખર્ચે સ્‍ટોર્મ વોટર પાઇપ લાઈન નાખવાનું કામ, આર્યનગર વિસ્‍તારમાં ઈં ૫૨.૧૭ લાખના ખર્ચે સાઈડના પડખામાં પેવિંગ બ્‍લોક નાખવાનું કામ, તથા  કેયુર પાર્ક, રત્‍નદીપ સોસાયટી, વલ્લભનગર તથા સદ્દગુરૂ રણછોડનગરમાં રૂા. ૪૯.૯૫ લાખના ખર્ચે રોડ સાઈડના પડખામાં જનભાગીદારીથી પેવિંગ બ્‍લોક નાખવાનું કામ આમ વોર્ડ નં.૦૫માં કુલ મળી રૂા. ૪૫.૬૭ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડો.હર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:37 PM IST)