<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

વોર્ડ નં.૦૯માં રૂા. ૮૩.૬૯ લાખના વિકાસ કામોને હરઝંડી

 રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૯માં (૧)યુનિયન પાર્ક, મધુવન, શ્રીજી પાર્ક અને તેની પાસેનાં વિસ્‍તારોમાં રૂા. ૩૪ લાખના ખર્ચે રસ્‍તાનાં  સાઇડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાંખવાનું કામ (૨)રૂા. ૪૯.૬૯ લાખના ખર્ચે ટી.પી.સ્‍કીમ નં.-૧૭ (મુંજકા), એફ.પી.નં.-૯૩,અવધ રોડપર નિર્વાણા ટાવરની સામેનાં પ્‍લોટમાં ગાર્ડન ડેવલપ કરવાનું કામ, આમ વોર્ડ નં.૦૯માં કુલ મળી રૂા. ૮૩.૬૯ લાખના વિવિધ વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૯ના કોર્પોરેટરો પુષ્‍કરભાઈ પટેલ, જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી તથા આશાબેન ઉપાધ્‍યાય દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે. 

 

(3:37 PM IST)