તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 20th February 2026
વોર્ડ નં.૦૪ માં બેડીપરામાં બેઠુ નાલુ બનાવાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૪માં નાકરાવાડી ડમ્પીંગ સાઈટ ખાતે વચ્ચેના ભાગમાં રૂા.૬૨.૫૮ લાખના ખર્ચે દિવાલ કરવાનું કામ, ગંગેશ્વર રોડ, લંગડા હનુમાન રોડ, નાકરાવાડી સાઈટ તથા ભગવતીપરામાં બોરીચા સોસાયટી મેઈન રોડ પર આવેલ વિસ્તારમાં રૂા.૫૫.૧૫ લાખના ખર્ચે સી.સી. રોડ કરવાનું કામ, તથા રૂા.૫૨.૬૦ લાખના ખર્ચે આજી નદી પર બેડીપરાનું બેઠું નાલુ બનાવવાનું કામ, આમ વર્ડ નં.૦૪માં કુલ મળી રૂા.૧.૭૦ કરોડના કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ મેયરશ્રી તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, કોર્પોરેટરો કાળુભાઇ કુંગશીયા, પરેશભાઇ ડી. પીપળીયા તથા કંકુબેન ઉધરેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે
(3:38 PM IST)










