<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

વોર્ડ નં.૧૧માં નાનામવા રોડ પર સેન્‍ટ્રલ લાઇન ડિવાઇડર નખાશેઃ ૬૪.રપ લાખનો ખર્ચ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૧માં રૂા.૬૪.૨૫ લાખના ખર્ચે નાનામવા રોડ પર સેન્‍ટ્રલ લાઇન ડિવાઇડર નાખવાનું કામ આમ કુલ મળી વિકાસ કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ શાસકપક્ષ નેતા તથા વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર લીલુબેન જાદવ, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, રાણાભાઇ સાગઠીયા તેમજ વિનોદભાઈ સોરઠીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, વોટર વર્ક્‍સ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પાંભર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:38 PM IST)