<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

વોર્ડ નં.૮ના વિવિધ વિસ્‍તારો પેવીંગ બ્‍લોકથી મઢાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૮ માં રૂ. ૩.૪૮ કરોડના ખર્ચે વિવિધ વિસ્‍તારોમાં જનભાગીદારી યોજના હેઠળ પેવીંગ બ્‍લોક લગાડવાનું કામ, આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉકત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં. ૮ ના કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર, બિપિનભાઇ બેરા, ડો. દર્શનાબેન પંડયા તથા પ્રીતિબેન દોશી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(3:39 PM IST)