તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
GYAN બજેટમાં સર્વાંગી ઉત્કર્ષ-ગ્રીન ગ્રોથ કેન્દ્ર સ્થાનેઃ દર્શીતાબેન શાહ
પ્રગતિશીલ અને લોક હિતનું બજેટ રજુ કરવા બદલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રીને શુભેચ્છા પાઠવતા રાજકોટ-૬૯ના ધારાસભ્ય

રાજકોટ, તા.૨૦: વિકસિત ગુજરાતના સંકલ્પ સાકાર કરતુ કોઈ પણ નવા કરવેરા વિનાનું ઐતિહાસિક ગુજરાતનું બજેટ ૨૦૨૬-૨૭ રજુ કરવામાં આવેલ છે. પ્રજાલક્ષી બજેટ રજુ કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈને શુભેચ્છા પાઠવી બજેટને આવકારતા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ જણાવેલ છે કે તમામ ક્ષેત્ર તમામ વર્ગને આવરી લેતું આ બજેટ છે. જેમાં GYAN આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી ઉત્કર્ષ અને ગ્રીન ગ્રોથને કેન્દ્રિત કરવામાં આવેલ છે.
તેમજ સૌરાષ્ટ્ર અને કરછ માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટ ખાતે ટેક આઈ હબના રીર્જનલ સેન્ટર સ્થપાશે. રાજકોટમાં એન.સી.સી એકેડમી માટે જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ નવીનીકરણ માટે જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટ પી.ડી.યુ હોસ્પિટલ ખાતે એક હજાર બેડની ક્ષમતા માટે જોગવાઈ.
પ્રગતી અને ઉન્નતીનાને નિત નવા આયામો સર કરવા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સમુધ્ધ અને સુગમ બનાવવાનો આ બજેટના પ્રયાસ છે.
(3:45 PM IST)










