<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

રૂડાની ૧૮૦મી બોર્ડ બેઠક : પાળની નગર રચના યોજના નંબર ૩૪ અને ૩૭ ને બહાલીઃ વાર્ષિક હિસાબો પણ મંજુર

ર૦૪૭ -રૂડાના અનુરૂપ વિકાસ અંગે એજન્‍સીની નિમણુંક થશે : વાજડી વડની આખરી નગર રચના યોજના અંગે કાર્યવાહી

 

રાજકોટ, તા. ર૦ : શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજરોજ ૧૮૦મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્‍યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી હતી.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની નીચે મુજબની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના બનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપી.

૧.   સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૪ (પાળ), ૨.  સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૭ (પાળ), તળતીય પુનરાવર્તીત વિકાસ યોજના બનાવવાના કામે GIS સૉફ્‌ટવેરની ખરીદી કરવા બહાલી આપવામાં આવી.

તળતીય પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૪૭ રૂડાના અનુરૂપ  Livable Ruda, Resilience Ruda, Sustainable Ruda, Productive Ruda ના રિપોર્ટ તૈયાર કરવા માટે એજન્‍સીની નિમણુક કરવા તેમજ તેને આનુષાંગિક કામગીરી સોંપવાનું સર્વાનુ મતે ઠરાવવામાં આવ્‍યું.

આખરી નગર રચના યોજના નં.૪૩ (વાજડી વડ)ને કામચલાઉ મૂલ્‍યાંકન પરામર્શ આપવા બહાલી આપવામાં આવી હતી.

રૂડાના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક હિસાબોને બહાલી આપવામાં આવી.

બેઠકમાં ચેરમેનશ્રી તથા મ્‍યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, રિઝીયોનલ કમિશનર ઓફ મ્‍યુનિસિપાલીટીશ્રી મહેશ જાની, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, રૂડાના સી.ઈ.એ.શ્રી જી.વી. મીયાણી, મુખ્‍ય નગર નિયોજકશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રી આર.ડી. પરમાર તથા RMCના સીટી એન્‍જી.શ્રી કે.કે. મહેતા હાજર રહેલ હતા.(૯.રર)

(3:47 PM IST)