<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

રાજકોટના યુવકનું ચપ્‍પાની અણીએ રિક્ષામાં અપહરણ કરી લૂંટ ચલાવનારા ત્રણ ઝડપાયા

એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં ઓપરેશન પાર પાડયું

અમદાવાદ તા.૨૧: રાજકોટનો એક યુવક રાત્રિના સમયે ગીતામંદિર બસ સ્‍ટેન્‍ડ નજીક રોકાવા માટે હોટલ શોધી રહ્યો હતો ત્‍યારે એક શખ્‍સ તેની પાસે આવી રૂપિયા ૧૦ માગી ચપ્‍પુ બતાવી ધમકી આપી હતી. ત્‍યારબાદ રિક્ષામાં આવેલા અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સો સાથે મળી કુલ ચારેયે યુવકનું અપહરણ કરી તેની પાસેનો મોબાઇલ, અમેરિકન ડોલર સહિત કુલ રૂપિયા ૪૦ હજારની મતા લૂંટી લીધી હતી. બાદમાં કાંકરિયા તરફ લઈ જઈ અંધારામાં ઉતારી ફરાર થઈ ગયા હતા. આ મામલે યુવકે કાગડાપીઠ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઝોન-૬ એલસીબીની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્‍યા છે.

રાજકોટમાં રહેતા સિફતેનરઝા શોહરવદી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત ૯ ફેબ્રુઆરીએ તે કંપનીના કામે સિદ્ધપુર ગયા હતા. કામ પૂર્ણ કરીને તેઓ સિદ્ધપુરથી એસટી બસ મારફતે ગીતામંદિર પહોંચ્‍યા હતા. રાત્રિના સમયે રાજકોટ જવા બસ ન મળતા તેઓ ગીતામંદિર બીઆરટીએસ બસ સ્‍ટેન્‍ડ નજીક આવેલી હોટલમાં રોકાવા ગયા હતા, પરંતુ રૂમ યોગ્‍ય ન હોવાથી તેઓ પગપાળા ગીતામંદિર બસ સ્‍ટેન્‍ડ ચાર રસ્‍તા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્‍તામાં એક શખ્‍સ તેમની પાસે આવી રૂપિયા ૧૦ માગી ચપ્‍પુ બતાવી ધમકી આપી, જેના કારણે યુવક ગભરાઈ ગયો હતો. એટલામાં એક રિક્ષામાં ત્રણ અજાણ્‍યા શખ્‍સો ત્‍યર્ાીં આવ્‍યા હતા. બાદમાં ચારેય શખ્‍સોએ યુવકનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી કાંકરિયા તરફ લઈ ગયા હતા. ત્‍યાં તેમની પાસેનો મોબાઇલ, રોકડા રૂ. ૧૫ હજાર, ૪૦ અમેરિકન ડોલર તેમજ અન્‍ય સામાન મળી કુલ રૂપિયા ૪૦ હજારની મત્તા લૂંટી લીધી હતી. ત્‍યારબાદ યુવકને કાંકરિયા તળાવ નજીક અંધારામાં ઉતારી ફરાર થઈ ગયા હતા.

આ અંગે યુવકે કાગડાપીઠ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઝોન-૬ એલસીબીની ટીમે રિક્ષાના નંબરના આધારે ૨૪ કલાકની અંદર જ આનંદ વાઘેલા, વિપુલ મકવાણા અને સમીર મકવાણાને કાંકરિયા વિસ્‍તાર પાસેથી ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્‍યારે એક આરોપી હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરાઈ છે.

(10:01 AM IST)