તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
મોરબીમાં સોની યુવાનની હત્યાના ઘેરા પડઘા: રાજકોટ.વાંકાનેર હળવદ અને સુરેન્દ્રનગર પંથકમાં સોનીબજાર બંધ- ધરણા,આવેદન અને રામધૂન
ઓવરટેક કરવા જેવી બાબતે ઉશ્કેરાઈ છરીના ઘા ઝીકી કરપીણ હત્યાથી સોની સમાજમાં ભારે રોષ : કડક કાર્યવાહીની માંગણી: મોરબીમાં સાંજે ઘટના સ્થળ સુધી કેન્ડલ માર્ચ મૌન રેલી

ફોટો લાઈન : મોરબીના સોની યુવાનની હત્યાથી સોની સમાજમાં ભારે રોષ ફેલાયો છે આરોપીઓ સામે કકડ કાર્યવાહી અને સુરક્ષા મુદ્દે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક ગામોમાં સોની બજારના વેપારીઓએ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો રાજકોટમાં કોઠારીયા નાકે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું (તસ્વીર સંદીપ બગથરીયા )
રાજકોટ :મોરબીમાં ઓવરટેક કરવા જેવી બાબતે બે આરોપીએ કાર ચાલક સોની યુવાનની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે, સોની યુવાનની હત્યાના વિરોધમાં શુક્વારે મોરબીની સોનીબજાર સજ્જડ બંધ રહી હતી, વેપારીઓએ આરોપીની તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહીની માંગણી કરી હતી,, મોરબી સોની સમાજમાં આશાસ્પદ યુવાનની નજીવી બાબતે હત્યાથી સૌરાષ્ટ્રભરની સોની બજારમાં ભારે રોષ ફેલાયો છે શનિવારે રાજકોટની સોનીબજાર -પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં સોની વેપારીઓ બંધ પાળી કોઠારીયા નાકે રામધૂન બોલાવી ન્વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી, રાજકોટ ઉપરાંત વાંકાનેર સોની બજારમાં પણ અડધો દિવસ સોનીબજાર પણ રોષભેર બંધ રહી હતી હળવદ સોની બજાર પણ શનિવારે અડધો દિવસ બંધ રહી હતી, સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ પંથકમાં બપોરે આવેદન પત્ર પાઠવ્યું હતું
દરમિયાન સોની યુવાનની હત્યાના મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે , રાજકોટમાં આ મામલે આવેદનપત્ર પાઠવવા તૈયારીઓ આરંભી છે,
દરમિયાન મોરબીમાં સોની જતીનભાઈ રસિકભાઈ આડેસરા (ઉંમર વર્ષ 33) આઘાતજનક દુઃખદ અવસાન થયેલ છે તેના દિવ્ય આત્માનાં શાંતિ માટે બેસણાં બાદ સાંજે ૬ઃ૦૦ વાગ્યે તા 21/2/26 ને શનિવારે બેસણાંનાં સ્થળ સિધ્ધિ વિનાયક હોલ, સત્યમ પાન વારી શેરીમાંથી ઘટના ના સ્થળ સુધી (રંગોલી આઇશક્રીમ સરદાર બાગ સુધી કેન્ડલ માર્ચ તથા મૌન રેલીનું આયોજન કરેલ છે
ગુરુવારે રાત્રે શનાળા રોડ પર વાહન ઓવરટેક કરવાના મુદ્દે રકઝક થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વણસી હતી કે ઉશ્કેરાયેલા શખ્સોએ જીવલેણ હુમલો કરી એક વ્યક્તિની હત્યા કરી નાખી હતી. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા હતા.ઘટનાની ગંભીરતાને જોતા મોરબી એ-ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. Dysp જે.એમ. આલ દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો જાહેર કરવામાં આવી હતી આ હત્યાના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવતા સગીર છે. પોલીસે બંનેની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી છે.
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પકડાયેલા એક સગીર આરોપીના ઘરેથી બિયરનો જથ્થો મળી આવ્યો છે. આ બાબતે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવાની તજવીજ કરી છે
(1:34 PM IST)










