<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

સિલ્‍વર યુવા ગ્રુપ દ્વારા કાલે પ્રથમ વખત સર્વજ્ઞાતિ સમુહલગ્ન : ૫ નવદંપતિઓના પ્રભુતામાં પગલા

કરીયાવરમાં ૧૦૦થી વધુ વસ્‍તુઓ અપાશેઃ રક્‍તદાન કેમ્‍પનું પણ આયોજન

રાજકોટ : આવતીકાલે તા.૨૨ને રવિવારે સિલ્‍વર યુવા ગ્રુપ દ્વારા નવલનગર-૩, મહાકાળી મંદિર પાછળ, પેટ્રોલ પંપ સામે, મવડી મેઇન રોડ, રાજકોટ ખાતે પ્રથમવાર સર્વ જ્ઞાતીય સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાંચ નવદંપતીઓ  પ્રભુતામાં પગલા પાડશે. આયોજકો તથા દાતાઓ તરફથી સોના ચાંદીના ઘરેણા સહિત અનેક ધરવખરીની વસ્‍તુઓ સહીતનો ૧૦૦થી વસ્‍તુઓનો કરીયાવર આપવામાં આવશે. નવદંપતીઓને આર્શીવાદ આપવા માટે મહેમાનો ઉપસ્‍થિત રહેશે.

વોલન્‍ટરી બ્‍લડ બેંકના સહયોગથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન થયું છે. જેમાં ૧૦૦ થી વધુ રક્‍તની બોટલ એકત્ર થશે. આ તકે સિલ્‍વર યુવા ગ્રુપના પ્રમુખ વિમલ એસ. ડાંગર એડવોકેટ તથા સમુહલગ્ન કન્‍વીનર શની મૈયડ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિમલ એસ. ડાંગર એડવોકેટ, શની મૈયડ, રીંકુભાઇ મૈયડ, વિક્રમભાઇ વાંક,ભાવેશ ચુડાસમા, સુનીલ સુરાણી, મયુરધ્‍વજસિંહ બારડ, જગદીશભાઇ અકબરી, સાવન સોંડાગર, વિપુલ ડાંગર, હરદેવ ચાવવડા, રવિ કોઠીવાર, લાલો મૈયડ, મયુર મિયાત્રા, વિપુલ ખીમાણીયા, જયેશ સરવૈયા, પ્રદિપ કોઠીવાર, ભરત સોલંકી, મેહુલ ચુડાસમા, શૈલેષ ખીમાણીયા, પ્રયાગ ત્રિવેદી, કમલેશ રાઠોડ, કેતન વાડોદરીયા, શૈલેષ ચુડાસમા, કેતન વી.મંડ, ભાવેશ સોલંકી, મહેશ અવાડીયા, કીરીટભાઇ મૈયડ, કરણ બોરીચા, અજય મૈયડ,જયરાજસિંહ સિંધવ, નિશીત ગઢીયા, જયદિપ વાવડિયા, જય લાઠીયા, પાર્થ મૈયડ, જયદીપ પટેલ, પિયુષ સોંડાગર, વિનય ચાવડા, ભગીરથ સબાડ, સાગર જાની, યશ ડોડીયા, પ્રિન્‍સ ડોંડલીયા, મુકેશભાઇ મૈયડ, જીતુભાઇ મૈયડ, હિરેન ગોહિલ, કિશન ગોંડલીયા, દિપકસિંહ જાડેજા, હીરેન સવસેટા, પ્રફૂલ વ્‍યાસ, દિપકભાઇ- રામેશ્વર, અનિલ સિધ્‍ધપુરા, જગદીશ કંસારા, દિપક વ્‍યાસ, કેવીન મૈયડ, સંદિપ વિરડા, મુકેશ સિધ્‍ધપુરા, તુષાર વ્‍યાસ, રાજુ ગજ્જર, હરમીન પટેલ વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં એડવોકેટ વિમલ ડાંગર, જયેશ સરવૈયા, પ્રયાગ ત્રિવેદી, જયરાજસિંહ સિંધવ, નિશીત ગઢીયા નજરે પડે છે

(2:16 PM IST)