તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
માધવ પાર્કમાં ૨૧ વર્ષના રિષી દોંગાનો આપઘાતઃ ધો-૧૨માં ઓછા ટકા આવ્યા બાદ ઉદાસ રહેતો'તો
ભાઇ કામે ગયા હતાં, ભાભી બાજુમાં પ્રસંગમાં ગયા ત્યારે ફાંસો ખાઇ લીધોઃ બીજા બનાવમાં આંબેડકરનગરમાં ૧૭ વર્ષના એભલ વાળાની અકળ કારણે ગળાફાંસો ખાઇ આત્મહત્યા

રાજકોટ તા. ૨૧: પરિક્ષામાં ઓછા માર્કસ આવે કે નાપાસ થાય ત્યારે કેટલાક વિદ્યાર્થી નાસીપાસ થઇ ન ભરવાનું પગલુ ભરતાં હોય છે. આવા જ એક બનાવમાં આજીડેમ પોલીસ સ્ટશન હેઠળના વિસ્તારમાં એક પરિવારના ૨૧ વર્ષના દિકરાએ ધોરણ-૧૨ની પરિક્ષામાં ઓછા માર્કસ આવવાને કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
જાણવા મળ્યા મુજબ માધવ પાર્ક મેઇન રોડ પર ન્યાયકરણ ડેીર ફાર્મ નજીક રહેતાં રિષી વિનોદભાઇ દોંગા (ઉ.વ.૨૧) નામના યુવાને ઘરે ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે રિષીને મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પીએસઆઇ એચ. કે. રાવલે કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઇ કે. જે. કુરીયા સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર રિષી બે ભાઇમાં નાનો હતો. તેના માતા-પિતા ગામડે રહે છે. પોતે રાજકોટ ભાઇ-ભાભી સાથે રહેતો હતો. ભાઇ કામે ગયા હતાં અને ભાભી નજીકમાં પ્રસંગમાં ગયા હોઇ પાછળથી રિષીએ ગળાફાંસો ખાઇ લીધો હતો. પોલીસને સગાએ જણાવ્યું હતું કે રિષીના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલા રિષીને ધોરણ-૧૨માં ઓછા ટકા આવ્યા હતાં. ત્યારથી તે સતત નિરાશ, ઉદાસ રહેતો હતો. આ કારણે પગલુ ભર્યુ હોઇ શકે છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.
ગળાફાંસો ખાઇ આપઘાત કરવાના બીજા બનાવમાં આજી વસાહત આંબેડકરનગર-૧૦માં રહેતાં એભલભાઇ હરેશભાઇ વાળા (ઉ.વ.૧૯) નામના યુવાને સાંજે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના તબિબ રાજીબેને તેને મૃત જાહેર કર્યો હતો. કન્ટ્રોલ રૂમ ઇન્ચાર્જ એચ. કે. રાવલે જાણ કરતાં થોરાળાના પીએસઆઇ એ. પી. રતન સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક છુટક મજૂરી કરતો હતો. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો છે
(2:50 PM IST)










