તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન, સુત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન

રાજકોટ : એઆઇ સમિટમાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ પ્રદર્શન હોલમાં જઇ ટીશર્ટ કાઢી વિરોધ પ્રદર્શ કરતાં તેના વિરોધમાં રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ મીલનભાઇ લીંબાસીયા, મહામંત્રી જયકિશન ઝાલા, હિમાંશુ રાજગુરૂ દ્વારા કિસાનપરા ચોક ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી, કોંગ્રેસ પાર્ટી હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના બેનર અને નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, દંડક મનીષભાઇ રાડિયા ઉપરાંત લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, શહેર ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ મિયાત્રા, કૌશિકભાઈ ચાવડા, દિપાબેન કાચા, શહેર મંત્રી કિશન ટીલવા, સુનીલ ગોહિલ, ચાંદનીબેન ગોંડલીયા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન ચૌહાણ, દંડક નેતા મનીષ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, શિક્ષણ સભ્ય ભગવતીબેન ધરોડીયા, વોર્ડ પ્રભારી શૈલેષ હાપલીયા, વોર્ડ પ્રમુખ સંદિપ અંબાસણા, કિસાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, રાજકોટ શહેર મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, મહામંત્રી કિરણબેન હરસોડા, માધવીબેન જોગીયા, પૂર્વ પ્રમુખ કિરણબેન માકડીયા, રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ મીલનભાઈ લીંબાસીયા, મહામંત્રી જયકિશન ઝાલા, હિમાંશુભાઈ રાજયગુરૂ તેમજ યુવા મોરચાના પૂર્વ મહામંત્રી સહદેવ ડોડીયા, જય બોરીયા, ધ્રુવભાઈ કાકડીયા, જય દવે, અનિરૂધ્ધસિંહ વાળા, મોહિત શીયાર, ભાગવત શર્મા, જીતુભાઈ કુંગશીયા, રાહુલ રાઠોડ, યશ માખેલા, રોહિત બોળીયા, કશ્યપભાઈ ભટ્ટ, કિશોરભાઈ મકવાણા, ધનશ્યામભાઈ મહેતા, શુભમ લાડવા, કરણ તૈલી, કિશન સોહલા, મોહિત ભીમજીયાણી, કળણાલ પરમાર, સંસ્કાર પટેલ, નાગજીભાઈ રાદડીયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:29 PM IST)










