<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

રાજકોટમાં ફેબ્રુઆરીમાં જ મે જેવો અહેસાસઃ બપોરે પારો ૩૬ ડિગ્રીએ પહોંચ્‍યા

બપોરે ૨:૩૦ વાગે

રાજકોટ,તા.ર૧: રંગીલા રાજકોટમાં અત્‍યારથી જ ઉનાળા એ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે બપોરે ૨:૩૦ વાગ્‍યે શહેરનું તાપમાન ૩૬ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાતા રાજકોટવાસીઓએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.

 બપોરના સમયે સૂર્યનારાયણના આકરા પ્રકોપને કારણે રસ્‍તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્‍યો હતો.

 ગરમીની સાથે ૧૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે લોકોએ લૂનો અનુભવ કર્યો હતો.

  શિયાળાની વિદાય સાથે જ તાપમાનમાં થયેલા અચાનક વધારાએ શહેરીજનોને અકળાવી મૂકયા છે. બપોરે તાપમાનનો પારો ૩૬ ડિગ્રીને પાર કરી જતાં રાજકોટમાં ઉનાળાની વહેલી એન્‍ટ્રી થઈ હોય તેવો માહોલ સર્જાયો છે.

(3:44 PM IST)