તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્બિંગ : 74 ગેરકાયદે વીજ જોડાણ ઝડપાયા : પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકાર્યો
વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે ચેકિંગ કરતા વીજ ચોરી મામલે ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓના રહેણાંક મકાનોમાં પોલીસ અને પીજીવીસીએલની ટીમોએ દરોડા પાડ્યા

રાજકોટ તા.૨૨ : રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આગેવાની હેઠળ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. વિંછીયાના મોટા માત્રા ગામે રાજકોટ ગ્રામ્ય પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને ગુનેગારોના રહેણાંક મકાનમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ, આ સર્ચ દરમિયાન 74 ગેરકાયદે વીજ જોડાણ ગામમાંથી ઝડપાયા હતા અને PGVCL દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકાર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અને PGVCLની ટીમનું સયુક્ત ઓપરેશન
મળતી માહિતી મુજબ, વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે રાજકોટ ગ્રામ્ય પોલીસનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ, LCB, SOG અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ હવે ગુનેગારો સામે કમર કસી છે. વિંછીયા તાલુકાના મોટામાત્રા ગામે ચેકિંગ કરતા વીજ ચોરી મામલે ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓના રહેણાંક મકાનોમાં પોલીસ અને PGVCLની ટીમોએ દરોડા પાડ્યા છે. PGVCLની ટીમ સાથે ચકાસણી દરમિયાન 74 બિનકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા. અંદાજે 12,500 મીટર વીજ કેબલ પણ મળી આવ્યો છે. જસદણ PGVCL દ્વારા વીજ ચોરી મામલે 68.6 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.
આરોપીઓના ઘરમાંથી 2 વાહન પણ ડિટેઇન કરાયા
રાજકોટ ગ્રામ્ય LCB,SOG,ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને મોટી માત્રામાં ગામમાં ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન કરાયું હતુ, હત્યા સહિતના અનેક અલગ-અલગ મોટા ગુનામાં સંડોવા આરોપીને ત્યાં વીજ કનેક્શન પણ કપાવમાં આવ્યું છે, મોટા માત્રા ગામમાં 74 બિન કાયદેસર વીજ જોડાણ મળી આવ્યા છે અને ગામમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી 12500 હજાર મીટર કેબલ પણ મળી આવ્યો છે, જસદણ Pgvcl દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકારાયો છે.
(11:28 AM IST)










