તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારી :1489 ગેરકાયદે મકાનો તોડી પડાશે : 700 થી વધુ આવાસો ખાલી કરાવી દેવામાં આવ્યા
15 મીટરના રોડ પરના 497 દબાણો અને સરકારી જમીન પર ખડકાયેલા 992 ગેરકાયદે દબાણોનો કડૂસલો બોલાવાશેઃ 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI અને 1,000 પોલીસ જવાનો તૈનાત કરાશે: 21 JCB, 26 ટ્રેક્ટર અને 18 ટ્રેક્ટર બ્રેકરની મદદ લેવાશે

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મનપા કમિશનર તુષાર સુમરાના નેતૃત્વમાં 1489 ગેરકાયદે મકાનો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 1,000 થી વધુ પોલીસ જવાનો અને આધુનિક ડ્રોન ટેકનોલોજીના કડક બંદોબસ્ત વચ્ચે 21 JCB અને અન્ય મશીનરી દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિશાળ ડિમોલિશનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઓપરેશન માટે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સીધી નજર રાખી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે 5 DCP, 17 ACP, 35 PI, 140 PSI અને 1,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત SRP ની 11 ટીમો, 3 ડ્રોન ટીમો અને પ્રિઝમ 22 QRT ની 3 ટીમો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. મનપા કમિશનર તુષાર સુમરાના જણાવ્યા મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં 700 થી વધુ આવાસો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. કુલ 1489 મકાનો તોડી પાડવામાં આવશે, જેમાં 15 મીટરના રોડ પરના 497 દબાણો અને સરકારી જમીન પર ખડકાયેલા 992 ગેરકાયદે દબાણોનો સમાવેશ થાય છે. આ કામગીરી માટે 21 JCB, 26 ટ્રેક્ટર અને 18 ટ્રેક્ટર બ્રેકરની મદદ લેવામાં આવશે. નોટિસ મળતા કેટલાક લોકોએ જાતે જ પોતાના દબાણો દૂર કરવાનું શરૂ કર્યું છે
(8:24 PM IST)










