<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મંછાનગરમાં આર્થિક ભીંસને કારણે હિતેષભાઇ સીતાપરાનો આપઘાત

ગળાફાંસો ખાઇ મોત મેળવી લીધું: ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૩: અલગ અલગ કારણોસર આત્‍મહત્‍યા કરી લેવાના બનાવો વચ્‍ચે વધુ એક બનાવમાં આર્થિક ભીંસને કારણે એક પરિવારના મોભીએ જીવન ટુંકાવી લેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ જુના માર્કેટ યાર્ડ પાછળ મંછાનગર-૧માં રહેતાં હિતેષભાઇ હીરાભાઇ સીતાપરા (ઉ.વ.૫૨) નામના પ્રોૈઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હિતેષભાઇ છુટક મજુરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે ત્રણ ભાઇમાં મોટા હતાં. સગાના કહેવા મુજબ કેટલાક સમયથી હિતેષભાઇ આર્થિક સંકડામણ અનુભવતાં હોઇ તેના કારણે ટેન્‍શનમાં રહેતાં હોઇ આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(2:46 PM IST)