<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

માંડાડુંગર પાસે રહેતી રિક્ષાગેંગની સાગ્રીત કાજલને પાસામાં ધકેલાઇ

ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાદવની રાહબરીમાં દરખાસ્‍તઃ આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા અને ટીમે વોરન્‍ટ બજવણી કરતાં અમદાવાદ જેલહવાલે થઇ

રાજકોટ તા. ૨૩: શહેરમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી પૈસા, મોબાઇલ તફડાવી લેતી રિક્ષાગેંગની સાગ્રીત મહિલાને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવી છે.

આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે રઘુનંદન પાર્ક મેઇન રોડ પર અનીલભાઇ દેવીપૂજકના મકાનમાં ભાડેથી રહેતી કાજલ ધીરૂભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) જેના પતિનું નામ કિશન વિનુભાઇ દેત્રોજા છે તેણીનો ઇ-ગુજકોપમાં ગુનાહિત ઇતિહાસ આજીડેમ પોલીસે ચેક કરતાં તેણી અગાઉ રિક્ષાગેંગ સાથે ગુના આચરી ચુકી હોઇ તેની સામે પાસાની કાર્યવાહી કરવા જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાદવની રાહબરીમાં દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી અમદાવાદ જેલહવાલે કરવા આદેશ કર્યો હતો. પાસા વોરન્‍ટ બજવણીની કામગીરી આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, લક્ષમણભાઇ મકવાણા, મેરૂભા ઝાલા અને ડી. સ્‍ટાફની ટીમે કરી હતી. 

કાજલ રાઠોડ અગાઉ રિક્ષાગેંગ સાથે ભળીને મુસાફરની રોકડ ચોરી લેવાના ગુનામાં સામેલ હતી. ઉલ્‍ટી ઉબકાનું નાટક કરી જે તે મુસાફર સાથે ધક્કામુક્કી કરી તેની રોકડ સેરવી બાદમાં તેને બહાનુ કરી ઉતારી મુકી ટોળકી ભાગી જતી હતી. 

(2:46 PM IST)