<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

બે દિ'થી ગૂમ પાટીદાર ચોકના કારખાનેદારની તેમની જ કારમાંથી કોહવાયેલી લાશ મળી

મવડી-કણકોટ રોડ પર કારમાંથી દુર્ગંધ આવતી હોઇ તપાસ થતાં તુષારભાઇ જાલાવડીયાનો મૃતદેહ મળ્‍યોઃ લિવર ખરાબ થઇ જવાથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તારણ

રાજકોટતા. ૧૨: શહેરના ન્‍યુ ૧૫૦ રીંગ રોડ પર પાટીદાર ચોકક પાસે ઓપેરા હાઇટ્‍સમાં સ્‍કાય ડાયમંડ સામે રહેતાં કારખાનેદાર તુષારભાઇ કેશવલાલ જાલાવડીયા (ઉ.વ.૪૦) બે દિવસથી ગૂમ હોઇ પરિવારજનો સતત શોધખોળ કરી રહ્યા હતાં. આ દરમિયાન મવડી સ્‍મશાનથી કણકોટ જતાં રોડ પર ગોલ ટ્‍વીન્‍સ ટાઉનશીપ સામે તુષારભાઇની કોહવાઇ ગયેલી ફુલાઇ ગયેલી લાશ તેમની જ કારમાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

મવડ-કણકોટ રોડ પર ગોલ ટ્‍વીન્‍સ ટાઉનશીપ સામે જીજે૦૧આરસી-૩૧૫૬ નંબરની કાર ઉભી હોઇ તેમાંથી  સતત દૂર્ગંધ આવતી હોઇ આસપાસના લોકોએ તપાસ કરતાં અંદર લાશ જોવા મળતાં તુરત પોલીસને અને ૧૦૮ને જાણ કરી હતી. તેના તબિબ મહેન્‍દ્રભાઇ ગોસ્‍વામીએ પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્‍ચાર્જ પીએસઆઇ જે. પી. કણસાગરાએ તાલુકા પોલીસને મેસેજ આપ્‍યો હતો.

જેના આધારે તાલુકા પોલીસ સ્‍ટેશનના ઇન્‍વેસ્‍ટીગેશન ટીમના હેડકોન્‍સ. કિશનભાઇ એમ. અજાગીયા સહિતે પહોંચી તપાસ હાથ ધરી હતી. ૧૦૮ના તબિબે કાર અંદર રહેલા પુરૂષને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ તપાસ કરતી હતી ત્‍યારં મૃતકના સગા સ્‍વજન આવી ગયા હતાં. તેમણે લાશ તુષારભાઇ જાલાવડીયાની હોવાનું ઓળખી બતાવ્‍યું હતું. પોલીસે લાશ ફુલાઇ ગઇ હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. તબિબે મોતનું ચોક્કસ કારણ જાણવા વિસેરા લીધા છે. લિવર ખરાબ થઇ જવાને કારણે મૃત્‍યુ થયાનું પ્રાથમિક તારણ છે. તુષારભાઇ કાર લઇને નીકળ્‍યા બાદ સંભવતઃ તબીયત બગડતાં કાર ઉભી રાખી દીધા બાદ તેમાં મૃત્‍યુ થયાનું અને બાદમાં બે દિવસ સુધી લાશ પડી રહી હોવાનું તારણ છે. મૃતક બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો છે. પોતે કારખાનેદાર હતાં. બનાવથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ કાર્યવાહી કરી

(2:49 PM IST)