<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મનપા દ્વારા ફાળવાયેલ આશીયાનામાં અમે સુખીઃ લાભાર્થીઓ

જંગલેશ્વર વિસ્‍તારના પરિવારોને આવાસ યોજનામાં અપાય છે ઘરની ભેટ

રાજકોટઃ આજે મનપા દ્વારા જંગલેશ્વરમાં મેગા ડીમોલીશન કરી આજીના પટ્ટા- ટી.પી. રોડ ઉપરના ગેરકાયદે દબાણો દુર કરી ૫૫૦૦૦ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાઇ છે, ત્‍યારે ભૂતકાળમાં અહીં રહેતા અને મુશ્‍કેલીઓનો સામનો કરી ચૂકેલ આવાસ યોજનાના લાભાર્થીઓએ તંત્રના ભરપેટ વખાણ કરી નજીવી કિંમતે ઘરનું ઘર આપવા બદલ આભાર વ્‍ઘ્‍યકત કર્યો છે.

દાયકાઓ પહેલા જંગલેશ્વર વિસ્‍તારમાં વસતા પરિવારોને સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓ હેઠળ જાહેર ડ્રો મારફત પોતાના ઘરની ભેટ મળી હતી. તે સમયે નદીકાંઠે અને અસ્‍થાયી વસાહતમાં જીવન વિતાવનાર રહેવાસીઓ આજે સુરક્ષિત અને સુવિધાસભર આવાસમાં જીવન જીવી રહ્યા છે.

સીદીકભાઇ નામના રહેવાસીએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્‍યું કે, અમારે પહેલા કાચા મકાનમાં અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો હતો. વરસાદી મોસમમાં ભય અને અસુરક્ષા અનુભવાતી હતી અને મૂળભૂત સુવિધાઓનો અભાવ હતો.જયારે આજે આવાસ યોજના મળ્‍યા બાદ  અમને પાક્કા મકાન મળવાની સાથે પાણી, વીજળી અને માર્ગ જેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બની છે. બાળકો માટે સારું વાતાવરણ અને સુરક્ષિત અને સન્‍માનપૂર્ણ જીવન અમે જીવી રહયા છીએ.

(3:43 PM IST)