<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ઉનાળાનો વહેલો શખનાદ : રાજકોટમાં ૩૫.૬ ડીગ્રી તાપમાન

ઉતર-પશ્ચિમના ફૂંકાતા ગરમ પવનોના લીધે રાજ્‍યમાં તાપમાન હજુ બે થી ત્રણ ડીગ્રી વધશે

રાજકોટ : રાજયમાં કેટલાક દિવસોથી તાપ વરસી રહ્યો છે. રાજકોટમાં આજે બપોરે ૨:૩૦ વાગે ૩૫.૬ ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન ખાતુ કહે છે ઉત્તર-પશ્ચિમના ફૂંકાતા ગરમ પવનોના લીધે આગામી દિવસોમાં રાજયમાં તાપમાનમાં હજુ બે થી ત્રણ ડીગ્રીનો વધારો તશે.

 સૌરાષ્‍ટ્ર કચ્‍છ સહિત રાજ્‍યના આઠ શહેરોમાં ગઇ કાલે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી થી વધુ રહેવા પામ્‍યું છે. સમગ્ર રાજ્‍યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અમરેલી અને ડાંગમાં ૩૫.૯ ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્‍યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન નોર્થ વેસ્‍ટના રાજ્‍યોમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઉચકાશે અને આ જોતા આગામી દિવસોમાં ૪૦ ડિગ્રી લગોલગ મહત્તમ તાપમાન આવી જાય તેવી શકયતા છે.

ઉનાળો જાણે શરૂ થઈ ગયો હોય તેવી ગરમી પડી રહી છે. જે શહેરોમાં ૩૫ ડીગ્રીથી ઓછું તાપમાન ગઇ કાલે નોંધાયું હતું તેમાં ભાવનગરમાં ૩૩.૮ દમણમાં ૩૩.૨ ગાંધીનગરમાં ૩૪.૮ કંડલામાં ૩૪.૪ નલિયામાં ૩૨.૮ પોરબંદરમાં ૩૪.૨ અને વેરાવળમાં ૩૧ ડિગ્રી નોંધાયું હતું .

જયારે લો પ્રેસર સાયકલોનિક સકર્યુલેશન જેવી જુદી જુદી સિસ્‍ટમ્‍સના કારણે અત્‍યારે ઓડિશા, મધ્‍યપ્રદેશ, વિદભર્, છત્તીસગઢ, આસામ, મેઘાલય, પヘમિબંગાળ, તેલંગાણા, ઉત્તરાખંડ,  હિમાચલ પ્રદેશ સહિતના રાજ્‍યોમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથો સાથ બરફ વર્ષા પણ થઈ રહી છે.  પવનની ગતિ પ્રતી કલાકના ૩૦ થી ૪૦ કિલોમીટરની છે. આવી જ રીતે દક્ષિણના રાજ્‍યોમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

આજે ભાવનગર સુરત અને વડોદરામાં આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો જોવા મળ્‍યા હતા.(

(4:06 PM IST)