તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
વડાળીમાં ભક્તિનો મહાસાગરઃ શ્રી વિહોત માતાજીના સાનિધ્યમાં ૨૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ

રાજકોટ : ભાવનગર હાઈવે પર સ્થિત સુવિખ્યાત અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી વિહોત માતાજીના મંદિર ખાતે આયોજિત ત્રિદિવસીય હોમાત્મક મહારુદ્ર ૨૧ કુંડી મહાયજ્ઞ આજે તેના ભક્તિમય શિખરે પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલતા મંત્રોચ્ચાર અને આહુતિઓ બાદ, આજે આ મહાયજ્ઞનો ત્રીજો અને અંતિમ દિવસ છે. વડાળી ગામના આંગણે આયોજિત આ મહાયજ્ઞમાં વાતાવરણ સંપૂર્ણપણે શિવ-શક્તિમય બની ગયું છે. શાષાોક્ત વિધિ-વિધાન સાથે ૨૧ કુંડોમાં બિરાજમાન ભૂદેવો દ્વારા કરવામાં આવી રહેલા મંત્રોચ્ચારથી સમગ્ર પંથક પવિત્ર બની ગયો છે. માઈભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શિખર દર્શન અને યજ્ઞના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. મહાયજ્ઞના અંતિમ દિવસે આજે વિશેષ મહત્ત્વ રહેલું છે. યજ્ઞનારાયણની પૂર્ણ આહુતિના પ્રતીક સમાન ‘બીડું હોમવાની' શાષાોક્ત વિધિ આજે બપોરે ૩:૩૦ કલાકે સંપન્ન થશે. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન, મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમ શ્રી વિહોત માતાજી મંદિરના પૂજારી શ્રી કાંતિબાપુ (મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮)એ જણાવ્યું હતું.
(3:23 PM IST)










