તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
ઓરીસ્સાથી મોરબી નોકરી કરવા આવી રહેલા યુવાનનું અમદાવાદ પાસે ચાલુ બસમાંથી પટકાતાં મોત
નાના ભાઇ સાથે આવી રહ્યો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુ થતાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: અમદાવાદ વષાાલ નજીક બસના દરવાજા પાસે ઉભેલો યુવાન ચાલુ બસમાંથી પટકાતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
જાણવા મળ્યા મુજબ મુળ ઓરીસ્સાનો સરોજ ભગવતોભાઇ સિંગ (ઉ.વ.૨૩) ગત ૨૨મીએ તેના ભાઇ સાથે ઓરીસ્સાથી મોરબી કંપનીમાં નોકરી કરવા માટે આવી રહ્યો હતો. બંને બસ મારફત મોરબી જવા અમદાવાદથી બસમાં બેઠા ત્યારે વષાાલ પાસે દરવાજા પાસે સરોજ ઉભો હોઇ કોઇપણ કારણોસર પડી જતાં ઇજાઓ થતાં અમદાવાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું રાત્રીના મૃત્યુ થતાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે અમદાવાદ એ-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃતકને બે દિકરા છે, પોતે બે ભાઇમાં મોટો હતો. પહેલી જ વખત મોરબી સિરામીક કંપનીમાં નોકરી કરવા માટે આવી રહ્યો હતો.
(10:55 AM IST)










