<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં પ્રશ્‍નોનાં ઢગલો કરતા વિપક્ષી નેતા

સ્‍થળાંતર અને મરામત ખર્ચનો વિવાદ હજુ સળગળતો

રાજકોટ, તા. ર૪ : જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરિયાને તા. ર૭ મીએ મળનારી પંચાયતની ખાસ સામાન્‍ય સભા માટે ૧૯ પ્રશ્‍નો રજૂ કર્યા છે. ખાસ સામાન્‍ય સભામાં પ્રશ્‍નોતરી હોય નહિ પણ અધ્‍યક્ષ સ્‍થાનેથી મંજુરી આપવામાં આવી છે.

મનસુખ સાકરિયાએ પ્રશ્‍ન પૂછ્‍યો છે કે જિલ્લા પંચાયત ભવનમાં સાફ-સફાઇ (હાઉસ-કીપીંગ) બાબતે હાલના નવા ટેન્‍ડરમાં કેટલી એજન્‍સીએ ટેન્‍ડર ભરેલ હતા ? કઇ એજન્‍સીને કામ આપવામાં આવ્‍યું ? નિયમ મુજબ લેબર લાયસન્‍સમાં કેટલાક મજુરોની સંખ્‍યા હોવી જરૂરી છે ? હાલ નિયમ અનુસાર તમામ મજુરોને ધારાધોરણ મુજબ ઓનલાઇન પગાર બીલ આપો છો ?  કેટલા મજુરોને કેટલો પગાર ચુકવવામાં આવે છે ?

જિલ્લા પંચાયત કચેરીના સિફટીંગના કામ બાબતે કુલ કેટલા કામો એજન્‍સી પાસે કરાવવામાં આવેલ છે ? કરેલ કામોમાં કેટલા બીલ મંજુર કરવામાં આવેલ છે ? કેટલા બીલ મંજુર કરવાના બાકી છે ? બીલના કેટલા રૂપિયા ચુકવવામાં આવેલ છે ? અને બાકી બીલની રકમ કેટલા સમય મર્યાદામાં એજન્‍સીને ચુકવવાના છો ? ઉપરાંત પંચાયતની વિવિધ શાખાઓને લગતા પ્રશ્‍નો ઉઠાવ્‍યા છે. 

 

(12:25 PM IST)