<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

શાપરમાં ઘરે મુરઘીનું શાક બનાવ્‍યા બાદ સાથે બેસીને જમવા મામલે પ્રવિણભાઇને રામાએ પાઇપના ઘા માર્યા

મુળ વંથલી ટીનમસના પ્રોૈઢનો ભાડુઅત રણજીત તેના મિત્ર રામો ઉર્ફ અલ્‍પેશને ઘરે લાવ્‍યો હતોઃ જમવા બેઠા ત્‍યારે રામો જુદો બેસતાં પ્રવિણભાઇએ સાથે બેસવાનું કહેતાં પીત્તો ગુમાવ્‍યો

રાજકોટ તા. ૨૪: શાપર-વેરાવળના મફતિયાપરા વિસ્‍તારમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં પ્રોૈઢનો ભાડૂઆત પોતાના મિત્રને ઘરે લાવ્‍યો હોઇ બધાએ મુરઘીનું શાક બનાવ્‍યા બાદ સાથે જમવાનું હોઇ તેના બદલે ભાડૂઆતનો મિત્ર અલગ બેસી જતાં તેને સાથે બેસવાનું કહેતાં તેણે ઉશ્‍કેરાઇ ગાળો દઇ પ્રોૈઢને પાઇપના ઘા ફટકારતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મુળ જુનાગઢના વંથલીના ટીનમસ ગામના અને હાલ શાપર વેરાવળમાં હાઉસીંગ બોર્ડ પાસે રહી કડીયા કામની મજૂરી કરતાં  પ્રવિણભાઇ પાલાભાઇ સોંદરવા (ઉ.વ.૫૫) ઘરે હતાં ત્‍યારે શાપર રામદેવપીરનગરના રામો ઉર્ફ અલ્‍પેશ વજુભાઇ જાદવે ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી માથા-હાથમાં ઘા ફટકારતાં  લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે પ્રવિણભાઇની ફરિયાદ પરથી રામો ઉર્ફ અલ્‍પેશ વિરૂધ્‍ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ કરી છે.

પ્રવિણભાઇએ  નોંધાવેલી ફરિયાદ મુજબ ગઇકાલે બપોરે તેમના ઘરે રહેતા ભાડુઆત રણજીતભાઈ પરમાર તેમના મિત્ર રામો ઉર્ફે અલ્‍પેશ વજુભાઈ જાદવ ને સાથે લઈને ઘરે આવ્‍યા હતા અને કહ્યું હતું કે આપણે બધા રસોઇ બનાવી સાથે જમવાનું છે. આ પછી ભાડુઆત રણજીતભાઈ હોટલેથી રોટલા લેવા ગયા હતા, ત્‍યારે પ્રવિણભાઈ અને રામો ઉર્ફ અલ્‍પેશએ ઘરે મુરઘીનું શાક બનાવ્‍યું હતું. રણજીતભાઈ રોટલા લઈને પરત આવતા ત્રણેય સાથે જમવા બેસવાના હતા, પરંતુ આરોપી રામો ઉર્ફ અલ્‍પેશ એકલો સાઇડમાં બેસી જમવા લાગ્‍યો હતો.

આથી મકાનમાલિક પ્રવિણભાઈએ અલ્‍પેશને આપણે બધા સાથે જમીએ તેમ કહેતાં તે  ઉશ્‍કેરાઈ ગયો હતો અને બિભત્‍સ ગાળો આપવા લાગ્‍યો હતો. ગાળો બોલવાની ના પાડતા તેણે વધુ રોષે ભરાઇને ઘરમાં પડેલા લોખંડના પાઈપ વડે હુમલો કરી પ્રવિણભાઈના માથામાં બે ઘા ઝીંકી દીધા હતા. ત્રીજો ઘા મારવા જતા પ્રવિણભાઈએ હાથ આડો રાખતા તેમને જમણા હાથના પોચા પર ગંભીર ઈજા થઈ હતી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં પ્રવિણભાઈએ તેમના પુત્ર રાહુલને જાણ કરી હતી. ત્‍યારબાદ ૧૦૮ મારફતે તેઓનેપ્રથમ શાપર અને ત્‍યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હુમલાં પ્રવિણભાઈને માથાના ભાગે ૧૦ ટાંકા અને હાથમાં ૬ ટાંકા આવ્‍યા છે. શાપર પોલીસ સ્‍ટેશનના એએસઆઇ ડી.એમ. જોશીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:15 PM IST)