તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૫ બુધવાર
News of Tuesday, 24th February 2026
રાજકુમાર કોલેજના ગેઇટ ઉપર રાત્રે સિક્યુરીટી ગાર્ડ રજનીશ પર પુર્વ કર્મચારી અમિત છરીથી તૂટી પડયો
હુમલાખોરે અગાઉ માથાકુટ કરી હોઇ સાત દિવસ પહેલા નોકરીમાંથી છુટો કરાયો હોઇ તેમાં રજનીશે ભાગ ભજવ્યાની શંકા રાખી હુમલો કર્યોઃ પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: રાજકુમાર કોલેજના ગેઈટ નંબર-૨ પાસે ફરજ બજાવતા સિકયુરીટી ગાર્ડ પર તેણે નોકરીમાંથી કઢાવી મુક્યાની શંકા રાખી પુર્વ કર્મચારી શખ્સે છરી વડે હુમલો કરતાં ચકચાર જાગી છે. સિક્યુરીટી ગાર્ડ સારવાર માટે દાખલ થતાં પોલીસે કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ નાના મવા રોડ પર નહેરૂ નગરમાં રહેતા અનેવિશ્વંભી સિકયુરીટી એજન્સીમાં ગાર્ડ તરીકે નોકરી કરતા રજનીશભાઇ લક્ષ્મણભાઇ સોંદરવા (ઉ.વ. ૩૬) રાતે સાડા આઠ વાગ્યાની આસપાસ રાજકુમાર કોલેજના ગેઈટ નંબર ૨ પર ફરજ પર હતા ત્યારે તેની સાથે જ અગાઉ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી ચુકલો અમિત પરમાર આવ્યો હતો અને છરીથી હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી જતાં રજનીશભાઇને હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના એએસઆઇ આર. એલ. વાઘેલાએ તેની ફરિયાદ નોંધી હતી.
ફરિયાદ મુજબ આરોપી અમિત પરમારને અગાઉ સિકયુરીટી એજન્સીએ નોકરીમાંથી કાઢી મૂકયો હતો. આ બાબતનો ખાર રાખીને તે ઉશ્કેરાયેલી હાલતમાં આવ્યો હતો અને કઈ પણ બોલ્યા વગર રજનીશભાઇ પર છરી વડે તૂટી પડ્યો હતો અને આડેધડ ઘા મારી પેટ, મોઢા, ગળા પર ઇજા કરી ભાગી ગયો હતો. રજનીશભાઇની બૂમાબૂમ સાંભળી સાથે કામ કરતા ઇન્દુબેન અને જેન્તીભાઈ દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં રજનીશભાઇને તુરંત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમને ટાંકા આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે.
રણજીતભાઇએ જણાવ્યું હતું કે અમિતના કપડા કબાટમાં હોઇ તે તેણે મંગાવતાં મેં શેઠ સાથે મોકલ્યા હતાં. આ પછી તેણે પોતાના કપડામાંથી પૈસા ચોરાઇ ગયા છે તેવો આક્ષેપ કરી મારી સાથે માથાકુટ કરી હોઇ તેના કારણે તેને સાત દિવસ પહેલા નોકરીમાંથી છુટો કરાયો હતો. આ વાતનો ખાર રાખી રાતે અચાનક આવ્યો હતો અને મારા પર તૂટી પડયો હતો. પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
(2:21 PM IST)










