<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

શનિવારે ૫૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે : શાહી સમુહલગ્ન

સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજન : કરીયાવરમાં ૧૮૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે

રાજકોટ :  સર્વમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા માતા-પિતા વિહોણી સર્વજ્ઞાતિની પ૧ દિકરીઓ માટે ૧૩મો શાહી સમૂહલગ્ન ૨૮ ફેબ્રુઆરી, શનિવારે કણકોટ, રોડ સ્‍થિત ડ્રીમલેન્‍ડ પાર્ટીપ્‍લોટ ખાતે સપ્તપદીના સથવારે ઉજવાશ.ે

 કાર્યક્રમમાં સતો-મહંતો, સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહી દિકરીઓને આશીર્વાદ આપશે.સાંજે પ વાગ્‍યે તમામ દાતાઓનો સત્‍કાર સમારંભ યોજાશે. કાર્યક્રમને સાંસ્‍કળતિક રંગ આપવા માટે તેજશભાઈ શીરસંગીયા, રમેશભાઈ હિરપરા અને સરસ્‍વતીબેન હિરપરા ગીત-સંગીત સેવા આપશે. એન્‍કર તરીકે હાર્દિકભાઈ સોરઠિયા કાર્યક્રમનું સંચાલન કરશે. રામદૂત સાઉન્‍ડવાળા વિપુલભાઈ વિરમગામા દ્વારા સાઉન્‍ડ વ્‍યવસ્‍થા અને રોશનભાઈ સાકરીયા એલઇડી સ્‍ક્રીનની, તથા આકાશ ઇવેન્‍ટસ  એન્‍ડ ઓર્ગેનાઈજર વાળા સંજયભાઈ ભૂવા તથા તેની ટીમ દ્વારા વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

સમૂહલગ્નમાં દિકરીઓને કરિયાવર રૂપે સોનાનાં દાણા, ચાંદીના સાંકળા, ચાંદીની ગાય, પિતળનીલોટી, કંકાવટી અને દિવો, ઇમિટેશન મંગળસૂત્ર, ફ્રીઝ, ટી.વી. સહિત ૧૮૦ થી વધુ વસ્‍તુઓ આપવામાં આવશે.

આ સમૂહલગ્નને સફળ બનાવવા ટ્રસ્‍ટી મંડળ ના પ્રમુખ પ્રવિણભાઈ સખીયા, ઉપપ્રમુખ કિશોરભાઈ સોજીમા, ટ્રસ્‍ટી રાજનભાઈ સખીયા, પંકજભાઈ સખીયા, કીર્તિકુમાર ચૌહાણ રાજુભાઈ ઓડેદરા, સંજયભાઈ જોશી, પરાગભાઈ વિરડીયા, યોગેશભાઈ સાકરીયા, પરેશભાઈ પીપળીયા, અનિલભાઈ માવાણી, તારકભાઈ ગજેરા, કલ્‍પેશભાઈ સેલડીયા તેમજ સંયોજક રમેશભાઈ રીબડીયા સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે. આ સમારોહ દરમિયાન ઈમરજન્‍સી સારવારની સુવિધા માટે ગિરિરાજ કોસ્‍પિટલની નિષ્‍ણાંત ડોક્‍ટરોની ટીમ હાજર રહેશે.

ભુષણ સખીયા, ભરતસિંહ ચુડાસમા, ગજેન્‍દ્રસિંડ ચુડાસમા, રણજીતભાઈ વિરડીયા, હાર્દિકભાઈ શેલડીયા, મીરાતભાઈ કોઠીયા, વિનુભાઈ ગાઘેર, જીજ્ઞેશભાઈ ગૌસ્‍વામી, બિરજુભાઈ કીકાણી, સલીમભાઈ વિકયાણી, બકુલભાઈ સખીયા, રમેશભાઈ સખીયા, પ્રકાશભાઈ વેકરીયા, વિજયભાઈ ટાંક, મનિષભાઈ ઝાલાવડીયા, શ્રળતીકભાઈ પીપળીયા, ઉત્તમભાઈ પેઢડીયા સહિતના સહયોગ આપી રહ્યા છે. (તસ્‍વીર : અભિષેક બગથરીયાં, અકિલા)

(2:24 PM IST)