તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th February 2026
એસીવાળા હાઈફાઈ બંગલાઓનો કડુસલોઃ તંત્રનો દાવો

રાજકોટઃ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીએ જણાવ્યું હતું કે, આ મેગા ઓપરેશન માટે કુલ ૧૫૦૦ જેટલી પ્રોપર્ટીને નોટિસ આપવામાં આવી હતી. ૭ સેક્ટરમાં વહેંચાયેલી આ કામગીરીમાં અત્યાર સુધી ૧૧૧૯ મિલકતોનું ડિમોલિશન પૂર્ણ થયું છે, જેમાંથી ૩૮૧ મિલકતો સંપૂર્ણપણે તોડી પડાઈ છે. ખાસ કરીને નદીના પટ્ટમાં આવતા ૯૯૭ દબાણો પૈકી ૬૮૧ દૂર કરાયા છે, બાકી રહેલા ૩૦૦ જેટલા મકાનો આજે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં તોડી પાડવામાં આવશે. ડિમોલિશન દરમિયાન માત્ર ગરીબના ઝૂંપડા જ નહીં, પરંતુ એસીવાળા હાઈફાઈ બંગલાઓ પણ તોડી પાડવામાં આવ્યા છે.
હિટાચી મશીનથી ત્રણથી ચાર માળના પાકા મકાનો તોડાયા
રાજકોટ : જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશન કામગીરી સતત બીજા દિવસે ચાલી રહી છે. કુલ સાત ઝોન પૈકી ૩ ઝોનમાં નદી કાંઠા પર દબાણ દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. નદી કાંઠામાં ૯૦૦ જેટલા દબાણો પૈકી ૬૦૦ દબાણો ગઈકાલે દૂર કરવામાં આવ્યા હતા, બાકીના ૩૦૦ દબાણો આજે દૂર કરવામાં આવશે. નદીના પટ્ટમાં પાકા મકાનો ત્રણથી ચાર માળના બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલા હોવાથી જેસીબીથી મકાનો તૂટી સકતા નથી, તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે.
(4:08 PM IST)










