તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 24th February 2026
નાણાવટી ચોક નંદનવન સોસાયટીના મંદિર પાસે કચરામાં ત્યજાયેલી મૃત બાળકી મળી
આશરે બે દિવસ પહેલા જન્મ થયાનું તારણઃ કપડામાં વીંટાળી મૃત નવજાતને ફેંકી જનારને શોધવા યુનિવર્સિટી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો

રાજકોટ તા. ૨૪: થોડા સમય પહેલા માધાપર ચોકડી નજીક એક જીવત નવજાત બાળકને ત્યજી દેવાયું હતું. આ બનાવનો ભેદ ગાંધીગ્રામ પોલીસે ઉકેલ્યો હતો. દૂષ્કર્મને કારણે કુંવારી માતા બનનાર સગીરાએ એ બાળકને ત્યજી દીધાનું ખુલ્યું હતું. દરમિયાન આજે નાણાવટી ચોક નંદનવન આરોગ્ય કેન્દ્ર નજીક આવેલા નંદીશ્વર મહાદેવના મંદિર પાસે કચરા-ઝાડીમાંથી એક ત્યજી દેવાયેલી મૃત નવજાત બાળકી મળતાં ચકચાર જાગી છે.
કોઇ કપડામાં વીંટાળીને મૃત બાળકીને કચરા-ઝાડીમાં ફેંકી ગયાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, વિરેન્દ્રસિંહ, કિરીટભાઇ રામાવત સહિતના સ્ટાફે પહોંચી તપાસ કરી હતી. પોલીસના કહેવા મુજબ નંદનવન સોસાયટીમાં નાઇન એવન્યુ બિલ્ડીંગ સામે કચરા-ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો છે. જે કપડામાં વીંટાળેલો હતો. આશરે બે દિવસ પહેલા તેનો જન્મ થયાનું પોસ્ટમોર્ટમ બાદ તારણ નીકળ્યું છે. પોલીસે આ બાળકીને જન્મ આપી ત્યજી દેનાર નિષ્ઠુર જનેતા સહિતની શોધખોળ શરૂ કરી છે. બનાવને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. (૧૪.૮)
(2:53 PM IST)










