<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

જિલ્લા પંચાયતની સામાન્‍ય સભામાં વિપક્ષના પ્રશ્નો વરસ્‍યાઃ શાસક ભાજપમાંથી એકેય પ્રશ્ન ટપકયો પણ નહિ!

શુક્રવારે સામાન્‍ય સભાઃ પ્રશ્નો રજુ કરવાનો આજે છેલ્લો દિવસ

રાજકોટ, તા.૨૪:  જિલ્લા પંચાયતની વર્તમાન શાસકોના કાર્યકાળની અંતિમ સામાન્‍ય સભા તારીખ ૨૭ શુક્રવારે સવારે ૧૧:૩૦ વાગે પંચાયત કચેરી જુની કોર્ટ બિલ્‍ડીંગ ખાતે મળનાર છે. જેમાં બજેટ રજૂ કરવામાં આવશ.ે ખાસ સામાન્‍ય સભા હોવાથી સત્તાવાર રીતે પ્રશ્નોતરીની જોગવાઈ નથી પરંતુ પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીએ કોઈ સભ્‍યો ઈચ્‍છે   ે તો પ્રશ્ન પૂછવાની છૂટ આપી છ.ે પ્રશ્ન રજૂ કરવા માટે આજે સાંજ સુધીનો સમય છ.ે આજે બપોર સુધીમાં વિપક્ષ કોંગ્રેસના નેતા મનસુખ સાકરીયાના ૧૯  પ્રશ્નો રજૂ થયા છે. શાસક ભાજપ માંથી ૩૦ સભ્‍યો પૈકી કોઈએ એક પણ પ્રશ્ન પૂછયો નથી સાંજ સુધીમાં કોઈ સભ્‍યોનો પ્રશ્ન આવે તો ઉમેરો થશે

જિલ્લા પંચાયતના પાંચ વર્ષના ભાજપના શાસનમાં મોટાભાગના સભ્‍યો પ્રશ્નો પૂછવાની બાબતમાં નીરસ રહ્યા છે વિપક્ષે નેતાએ ખર્ચ સહિતના મુદ્દાઓ ઉઠાવી પ્રશ્ન પૂછયા છે શાસકો સારા વાતાવરણમાં અંતિમ સામાન્‍ય સભા પૂર્ણ થાય તેવું ઇચ્‍છે છે પણ પ્રશ્નોતરી વખતે વિપક્ષ ગોકીરા કરે કે શાસકોને  ભીડવવાની કોશિશ કરે તેવી શકયતા નકારાતી નથી.પંચાયતની કારોબારી સમિતિએ ૧૧૦૦ કરોડ ઉપરાંતના બજેટને  બહાલી આપી છે. સામાન્‍ય સભામાં શાસકો તેમાં કોઇ નોંધપાત્ર ફેરફાર વગર મંજુર કરવા માંગ છે. રાજય કેડરના અગ્રણીઓ સામાન્‍ય સભાનું આમંત્રણ અપાયેલ પણ વિધાનસભા સત્ર ચાલુ હોવાથી કોઇએ હજુ હા પાડી નથી વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત ૧૬ માર્ચ પૂર્ણ થાય છે.

(3:24 PM IST)