<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

શાપરમાં નશાખોરને મંદિરથી દૂર સુવાનું કહેતાં કાજલબેનને ધોકા ફટકાર્યા

મોઢા પર ગંભીર ઇજાઃ મહિલા મંદિરે જ રહી સેવા પુજા કરે છેઃ સારવાર માટે રાજકોટ ખસેડાતાં શાપર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૫: શાપર વેરાવળમાં પોલીસ ચોકી નજીક આવેલા શ્રી મેલડી માતાજીના મંદિર પાસે મોડી રાતે કાજલબેન જગદીશભાઇ કુડેચા (ઉ.વ.૪૫)ને અજાણ્‍યા શખ્‍સે મોઢા માથા પર ઢીકા ધોકાથી બેફામ માર મારતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં શાપર પોલીસે તપાસ હાથ ધરી છે.

કાજલબેને કહ્યું હતું કે પોતે મુળ જુનાગઢના છે અને હાલ કેટલાક મહિનાથી શાપર મેલડી માતાના મંદિરે રહી સેવા પુજા કરે છે. તેણીના પતિ ટ્રકમાં ક્‍લીનર તરીકે કામ કરે છે. રાતે સાડા બારેક વાગ્‍યે પોતે મંદિરે હતાં ત્‍યાર અજાણ્‍યો  શખ્‍સ દારૂનો નશો કરીને આવ્‍યો હતો અને બકવાસ કરતો હતો. તે મંદિરના પ્રાંગણમાં સુતો હોઇ તેને બહાર નીકળી થોડે દૂર સુવાનું કહેતાં ઉશ્‍કેરાઇ ગયો હતો અને ઢીકા મારી બાદમાં ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસે ખરેખર શું બન્‍યું? હુમલાખોર કોણ હતો? તેની તપાસ હાથ ધરી છે. 

(11:36 AM IST)