<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

૪૦ની ઉપરની વયના બહેનોએ મેમોગ્રાફી અને પેપસ્‍મિયર તપાસ અવશ્‍ય કરાવવી જોઇએ : ડો.બબીતાબેન હપાણી

પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ - વિજયભાઇ રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના ઉપક્રમે સ્‍ત્રીઓમાં થતા કેન્‍સર અંગે નિઃશુલ્‍ક નિદાન કેમ્‍પ સંપન્‍ન : સોનોગ્રાફી અને લેબોરેટરી પરીક્ષણમાં આર.બી.કોઠારી ડાયગ્નોસ્‍ટીક સેન્‍ટરનો સહયોગ

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ, વિજયભાઈ રૂપાણી મેમોરીયલ અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડ ટાઉનના સંયુક્‍ત ઉપક્રમે તથા આર.બી. કોઠારી ડાયગ્નોસ્‍ટિક સેન્‍ટરના સહયોગથી પુજીત ટ્રસ્‍ટના ભવન ‘કિલ્લોલ, મયુરનગર-૧, રાજકોટ ખાતે શ્રીમતિ અંજલિબેન વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગતસ્ત્રીરોગ અનેસ્ત્રીઓમાં થતા સ્‍તન કેન્‍સર અને ગર્ભાશયના મુખના કેન્‍સરના નિદાન માટેનો નિઃશુલ્‍ક કેમ્‍પ યોજાય ગયો. આ કેમ્‍પમાં બહોળા પ્રમાણમાં દર્દીઓએ નિદાન કરાવવાનો લાભ લીધેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને મેમોગ્રાફી તપાસ, પેપસ્‍મિયર તપાસ, સોનોગ્રાફી તપાસ અને લેબોરેટરી પરીક્ષણ નિઃશુલ્‍ક કરી આપવામાં આવેલ. કેમ્‍પમાં પ્રગતિ હોસ્‍પિટલના કેન્‍સર નિષ્‍ણાંત ડો.બબીતાબેન હાપાણીએ માર્ગદર્શન આપતા જણાવેલ કે દરેક ૪૦ વર્ષથી ઉપરની મહિલાઓએ ડોક્‍ટરની સલાહ મુજબ મેમોગ્રાફી અને પેપસ્‍મિયર તપાસ કરાવી જોઈએ જે અત્રે તદન નિઃશુલ્‍ક થઈ શકે છે. ગર્ભાશયના કેન્‍સર માટે વેક્‍સિન પણ ઉપલબ્‍ધ છે. પ્રાથમિક તબક્કામાં જો કેન્‍સર ને જાણી શકાય તો તેની ઉત્તમ સારવાર થઈ શકે અને દર્દી મોતના મુખમાંથી બચી શકે છે. ડો.કળપાલી ભાલારા ભાયાણી એ જણાવ્‍યું હતું કે દેશમાં દર પાંચ સાત મિનિટે એક વ્‍યક્‍તિનું મળત્‍યુ થાય છે ત્‍યારે કેન્‍સર અંગેની જાગળતિ માટે આજનો કેમ્‍પ ખૂબ ઉપયોગી થશે. આ કેમ્‍પમાં ડો.બબીતાબેન હાપાણી, ડો.કળપાલીબેન ભાલારા ભાયાણી ઉપરાંત વરિષ્ઠસ્ત્રીરોગ નિષ્‍ણાંત ડો.તારાબેન ગાંધી,સ્ત્રીરોગ-પ્રસુતિ અને વંધ્‍યત્‍વ નિષાંત ડો.કવિતાબેન લાઘાણી ઉપરાંત આર. બી. કોઠારી નિદાન સેન્‍ટરનાં રિયાબેન સિંધવે સેવાઓ આપી હતી. કેમ્‍પની શરૂઆતમાં ટ્રસ્‍ટની તબીબી સમિતિના ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાયે પ્રસ્‍ત્‍વિક પ્રવચનમાં આજના આ કેમ્‍પનો હેતુ સમજાવતા જણાવેલ કે ટ્રસ્‍ટ ખાસ ઉદ્દેશ્‍ય સાથે અવારનવાર ખાસ પ્રકારના રોગો માટે કેમ્‍પ યોજે છે, આજે માત્ર મહીલાઓમાં થતા કેન્‍સરને ફોકસ કરી મહિલાઓમાં જાગળતિ લાવવી અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે સારવાર મળે તે છે. આ અગાઉ પણ માત્ર બહેરાશ, ત્રાસી આંખ અને ખાસ રોગનાં કેમ્‍પ આ ટ્રસ્‍ટ દ્વારા યોજાયા છે. જેમાં ક્‍વોન્‍ટીટી નહિ પણ ક્‍વોલીટેટીવ પરિણામ મળી શકે છે. ટ્રસ્‍ટની પરંપરા મુજબ ટ્રસ્‍ટી શ્રી અંજલીબેન વિજયભાઈ રૂપાણી, ડો.બબીતા હાપાણી અને અન્‍ય ઉપસ્‍થિત મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્‍પ ખુલ્લો મુકવામાં આવેલ.  ટ્રસ્‍ટના તબીબી કમિટીના સદસ્‍યો નયનભાઈ શાહ, હરીશભાઈ શાહ, શૈલેષભાઈ લોટીયા, ગીતાબેન વસા, દિવ્‍યેશભાઈ અઘેરા તથા જાહન્‍વીબેન લાખાણી દ્વારા મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ થી સ્‍વાગત કરવામાં આવેલ. સ્‍વાગત પ્રવચન અને કેમ્‍પના ઉદ્દઘાટન સમારોહનું સંચાલન હસુભાઈ ગણાત્રા દ્વારા કરવામાં આવેલ. જયારે આભારવિધિ ડો.નયનભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ. આ કેમ્‍પ દરમ્‍યાન ગુજરાત રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી. તેઓ  ટ્રસ્‍ટની પ્રવળત્તિઓથી પ્રભાવિત થયા હતા અને ટ્રસ્‍ટને અભિનંદન પાઠવ્‍યા હતા. આ સાથે ભાજપના આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ, ડો.મેહુલભાઈ રૂપાણી, ઋષભભાઈ વિજયભાઈ રૂપાણી, વિજયસિંહ ચૌહાણ, ખીમાભાઈ જોગરાણા, બીનાબેન આચાર્ય, નરેન્‍દ્રસિંહ ઠાકુર તથા રોટરી ક્‍લબ ઓફ રાજકોટ મીડટાઉનના જીજ્ઞેશભાઈ કામદાર સહિતના આગેવાનો જોડાયા હતા. સમગ્ર કેમ્‍પના આયોજનમાં ટ્રસ્‍ટી શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી,

 મહેશભાઈ ભટ્ટ તથા ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત મેડીકલ કમિટીના મેમર્બ્‍સ  ડો.જૈમનભાઈ ઉપાધ્‍યાય, ડો.નયનભાઈ શાહ, દિવ્‍યેશભાઈ અઘેરા, ગીતાબેન બિપીનભાઈ વસા, શૈલેષભાઈ લોટીયા, હરીશભાઈ શાહ, કેતનભાઈ મેસવાણી, કાર્યકતાઓ કે.બી.ગજેરા, રાજુભાઈ શેઠ, હરેશભાઈ ચાંચીયા, રવજીભાઈ દવેરા, નીરદભાઈ ભટ્ટ, છગનભાઈ ચૌહાણ, જગદીશભાઈ પંડ્‍યા, વહીવટી અધિકારી ભાવિનભાઈ ભટ્ટ કો-ઓર્ડીનેટર સાગરભાઇ પાટીલ, કર્મચારીઓ શીતલબા ઝાલા, ડો.ગ્રીષ્‍મા માલવિયા, ડો.જસ્‍મિતાબેન ચાવડા, ડો.ચિંતનભાઈ જોષી, ડો.કળશાંગી વ્‍યાસ, ડો.મહેક મહેશ્વરી, ડો.મહિમા ચૌહાણ, ડો.અંજલિ મેવાસીયા, ડો.ઓમિકા મકવાણા, ડો.ત્રિશા પટેલ, ડો.દર્શના કેશવાલા, ડો.ઋત્‍વી કાનાણી, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, હેતલબેન પરમાર, વર્ષાબેન મકવાણા, પદમાબેન પરમાર, આરતીબેન લાલકીયા, હાજરાબેન બુંભાણીઠેબા, સિંગ રીનારાની, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, કાંતિભાઈ નિરંજનની, સકીનાબેન અજમેરી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. તેમ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(2:13 PM IST)