<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

કમાન્‍ડ કંટ્રોલ સેન્‍ટરમાં મુખ્‍ય પોલીસ વડાએ રાજયભરના ત્રિનેત્ર વોલ પર આવતા દ્રશ્‍યો જાતે નિહાળ્‍યા

બીજા ફેઝમાં ૫૪ શહેર, ૭૯ આંતરરાજય પ્રવેશ નિર્ગમન સ્‍થળો સહિત ૧૨૦૦ સ્‍થળો પર ૫૨૭૦૦ કેમેરાઓથી નાગરિકોની સુરક્ષા માટે તૈયાર થતા આધુનિક સુરક્ષા ચક્રની વિગતોથી પ્રશંસા વ્‍યક્‍ત કરી : વિશ્વાસ પ્રોજેક્‍ટના ચેરમેન અને વડોદરા સીપી નરસિંહમા કોમાર દ્વારા સુરક્ષાચક્રની તલસ્‍પર્શી વિગતોથી વાકેફ કર્યાઃલોકોની સમસ્‍યાઓના મૂળમાં પહોંચી અભ્‍યાસ કરી તેના પરિણામલક્ષી ઉકેલ માટેની પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ એન.રાવની પરંપરા આગળ વધી

રાજકોટઃ તા.રપ, લોકોને સીધી સ્‍પર્શતી સમસ્‍યાઓના મૂળમાં પોહચી તેના નિકાલ માટે અનુભવી પોલીસ વડા ડો કે એલ.એન.રાવ દ્વારા શરૂ થયેલ પરંપરા આગળ વધી રહી છે.

ગુજરાત રાજયના ડીજીપીશ્રી કે.એલ. એન. રાવ, IPS દ્વારા આજે ગાંધીનગર પોલીસ ભવન પરિસરમાં કાર્ય૨ત Integrated Command & Control Centre ‘ત્રિનેત્ર'ની મુલાકાત લેવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩-૧૪માં તત્‍કાલીન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સીસીટીવી કેમેરાના જે પાયલોટ પ્રોજેક્‍ટનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો, તે VISWAS Project આજે વ્‍યાપક સ્‍વરૂપ ધારણ કરી રાજયના ૧૦૦ જેટલા શહેરો સુધી પહોંચ્‍યો છે. આ મુલાકાત દરમિયાન Task Force on VISWAS ના ચેરમેન અને વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્‍હા કોમાર, IPS દ્વારા ડીજીપી શ્રીને પ્રોજેક્‍ટના ફેઝ-૧ અને ફેઝ-૨ અંતર્ગત થયેલી કામગીરીની ઝીણવટભરી વિગતો પૂરી પાડવામાં આવી હતી.

ડીજીપી શ્રીએ ‘ત્રિનેત્ર'વિશાળ વિડિયો વોલ પર રાજયના જાહેર માર્ગો પર લાગેલા CCTV કેમેરા તેમજ ફિલ્‍ડ પ૨ તૈનાત પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરા (Body Worn Camera) ના માધ્‍યમથી મળતા લાઇવ ફુટેજ નિહાળ્‍યા હતા. શ્રી નરસિમ્‍હા કોમાર IPS દ્વારા એક વિશેષ પ્રેઝન્‍ટેશન રજૂ કરવામાં આવ્‍યું હતું, જેમાં પ્રોજેક્‍ટની કાર્યપધ્‍ધતિ, ગુના શોધવાના દ૨માં થયેલો વધારો, નાગરિકોમાં રોડ વપરાશના વ્‍યવહારમાં થયેલ સુધારો અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુનાખોરી પર આવેલી લગામ તેમજ force multiplier’અસ૨ને લીધે પોલીસ ની કાર્યદક્ષતામાં થયેલ અનેક ગણા વધારા જેવી સકારાત્‍મક અસરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વધુમાં શ્રી નરસિમ્‍હા કોમાર IPS નાઓએ આ પ્રોજેક્‍ટ કઈ રીતે નાગરિકોની સલામતી માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગનું ઉત્‍કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે તેનાથી ડીજીપીશ્રીને અવગત કરાવ્‍યા હતા.

ઉલ્લેખનીય છે કે, VISWAS Project ના પ્રથમ તબક્કામાં રાજયના ૩૪ જિલ્લા મથકો, ૬ પવિત્ર યાત્રાધામો અને એકતાનગર (SOU) સહિત ૪૬ શહેરોમાં ૧૨૦૦ સ્‍થળો પર ૭૦૦૭કેમેરા કાર્યરત કરવામાં આવ્‍યા હતા. આ સફળતા બાદ, બીજા તબક્કામાં વધુ ૫૪ શહેરો અને ૭૯ આંતર-રાજય પ્રવેશ નિર્ગમન સ્‍થળો (Inter State Entry-Exit Points) સહિત ૨૩૦૦થી વધુ લોકેશન ૫૨ ૧૨,૦૦૦થી વધુ કેમેરા લગાવી Safety & Integrated Traffic ManagementSystem (ITMS)તેમના વિવિધ વિડીયો એનાલીસ સ્‍થાપિત કરવામાં આવી રહેલ છે જેની ડીજીપીશ્રી દ્વારા ગહન સમીક્ષા ક૨વામાં આવી. આ ઉપરાંત ૧૦,૦૦૦ Body Worn Camera ને ડ્રોન બેઇઝડ કેમેરાનો ઉપયોગ  ક૨વામાં આવેલ છે. આમ, ‘ત્રિનેત્ર' દ્વારા સમગ્ર રાજયમાં સુરક્ષાનું એક અત્‍યાધુનિક કવચ તૈયાર કરી ટેકનો-સેવી પોલીસિંગના નવા યુગની શરૂઆત કરવામાં આવી છે. 

 

(2:29 PM IST)