<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

યુવાન અને મજબૂત રહેવાના વિજ્ઞાનને ખુલ્લુ કરતુ પુસ્‍તક ‘‘હાઉ ટુ મેક એજલેસ બોડી''

‘‘સેલ્‍ફ અવેરનેસથી સેલ્‍ફ માસ્‍ટરી'' પુસ્‍તક એક જીવન બદલાવતી યાત્રા

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી અને શ્રીમતિ જીતેન્‍દ્રભાઇ અઢિયા તસવીરમાં નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરિયા)

શું તમે અંદરથી ખાલીપો અનુભવો છો? શું તમને લાગે છે કે જીવન બહારથી બધું સારું છે, છતાં અંદર અશાંતિ છે? શું તમે સ્‍પષ્ટતા, શાંતિ અને સાચો હેતુ શોધી રહ્યા છો? તો ડો. જીતેન્‍દ્ર અઢિયા (એમ.ડી.) અને ઇ. પ્રધ્‍યુમનસિંહ રાણા લિખીત ‘‘સેલ્‍ફ અવેરનેસ થી સેલ્‍ફ માસ્‍ટરી'' (સ્‍વ-જાગળતિ થી સ્‍વ-પ્રભુત્‍વ) પુસ્‍તક તમારા માટે જ છે. અહીં તમને મળશે દુઃખના મૂળ કારણો શોધવાની અને એને પાર કરવાની રીત જેથી તમે જીવનના ચક્રવ્‍યૂહમાંથી મુક્‍ત થઈ શકો. પંચકોષની સરળ સમજથી અંદરના સ્‍તરો ખોલવાની ચાવી તમારા શરીર, મન અને આત્‍માની સાચી ઓળખ મેળવવા માટે. સંકલ્‍પની શક્‍તિ - જે તમારા જીવનમાં પરિવર્તનનું બીજ વાવે છે. એક આગળ ધપાવે છે. યમ-નિયમ જેવા આધ્‍યાત્‍મિક સિદ્ધાંતો - જે જીવનને મજબૂત નૈતિક આધાર આપે છે અને તમારા દૈનિક નિર્ણયોનો પ્રકાશ બની રહે છે. ઈમોશનલ માસ્‍ટરી અને એનર્જી મેનેજમેન્‍ટ - જેથી તમે તાણ વચ્‍ચે પણ સંતુલિત રહી શકો અને તમારી અંદરની શક્‍તિનો યોગ્‍ય ઉપયોગ કરી શકો. માન્‍યતાઓ અને મનોભાવમાં પરિવર્તન - નકારાત્‍મક પેટર્ન તોડીને નવી, પ્રેરણાદાયક માન્‍યતાઓ સાથે - આગળ વધવાની કળા.

આ માત્ર વાંચવાનું પુસ્‍તક નથી-આ તમારા જીવનનો માર્ગદર્શક બની રહેશે. તે તમને સેલ્‍ફ અવેરનેસથી લઈ જશે સેલ્‍ફ એક્‍સેપ્‍ટેશન, ત્‍યાંથી સેલ્‍ફ ડિસિપ્‍લિન, અને અંતે સેલ્‍ફ માસ્‍ટરી સુધી. લેખકો કહે છે, સાચી શક્‍તિ બહાર નહીં, તમારા અંદર જ છુપાયેલી છે.જ્‍યારે તમે અંદરની આ શક્‍તિને જાગળત કરશો, ત્‍યારે જીવન માત્ર જીવવાનું નહીં, પરંતુ પૂર્ણતા અને હેતુ સાથે ખીલવાનું બનશે. પુસ્‍તકમાં સ્‍વ-જાગળતિ થી સ્‍વ-પ્રભુત્‍વ ને જાણવાના અદભૂત ૧૦ -કરણો અપાયા છે. જેમાં ‘સેલ્‍ફ અવેરનેસનું આહવાન', ‘દુઃખના મૂળ કારણો - ક્‍લેશ', ‘પંચકોષની સરળ સમજ', ‘ઈમોશનલ માસ્‍ટરી અને એનર્જી મેનેજમેન્‍ટ', ‘સેલ્‍ફ માસ્‍ટરી કેવી રીતે હાંસલ કરશો' વગેરેનો સમાવેશ થાય છે.

સાચું સુખ કોઈ જાદુથી મળતું નથી. એ ત્‍યારે જ મળે છે જેવાં આપણે આપણા સાચા સ્‍વરૂપને ઓળખીએ અને તેમાં જરૂરી બદલા લાવીએ. પરંતુ મોટાભાગના લોકો વર્ષો સુધી બહારની સફળતા, નામ અને માન પાછળ દોડતા રહે છે અને પોતાના અંતરમાં ઝાંખી કરવાનું ભૂલી જાય છે. પરિણામે, તેમને સમજાતું નથી કે સાચી શાંતિ અને આનંદ કયાં છુપાયેલ છે. ‘‘સેલ્‍ફ અવેરનેસ થી સેલ્‍ફ માસ્‍ટરી'' પુસ્‍તક આ જ અનુભૂતિમાંથી જન્‍મેલું છે. આ પુસ્‍તકના દરેક પાને તમને એવું જ્ઞાન મળશે જે તમને અંદરથી સ્‍પર્શે, વિચારવા પ્રેરિત કરે અને તમને એ જીવન તરફ દોરી જાય, જે તમે હૃદયથી ઈચ્‍છો છો.

પુસ્‍તકના મુખપળષ્‍ઠ પર આપેલ પ્રતીકોમાં હોકાયંત્ર જીવનમાં યોગ્‍ય દિશા શોધવાનું પ્રતીક છે. તે દર્શાવે છે કે આ પુસ્‍તક વાચકને જીવનના માર્ગદર્શન માટે મદદરૂપ થઈ શકે છે. જ્‍યારે પતંગિયા એ ‘‘રૂપાંતરણ''નું પ્રતીક છે. જે રીતે એક ઇયળમાંથી સુંદર પતંગિયું બને છે, તેમ સ્‍વ-જાગળતિ દ્વારા વ્‍યક્‍તિના વ્‍યક્‍તિત્‍વનો વિકાસ થઈ શકે છે. લેખકો ડો. જીતેન્‍દ્ર અઢિયા અને ઇ. પ્રધ્‍યુમનસિંહ રાણાનું આ પુસ્‍તક ખરેખર વાંચવા અને વંચાવવા જેવું છે.

જ્‍યારે લેખક ડો. જીતેન્‍દ્ર અઢિયા (એમ.ડી.) અને ડો. કિન્નરી આઇ. ગુપ્તા (એમ.ડી) દ્વારા અંગ્રેજીભાષામાં ‘‘હાઉ ટુ મેક એજલેસ બોડી'' પુસ્‍તક લખાયું છે. શું થાય જો વળદ્ધત્‍વ એ કયારેય ઘટાડો ન હોય, પરંતુ એક એવી ડિઝાઇન હોય જેને તમે શ્રેષ્‍ઠ બનાવી શકો? એજલેસ બોડી પુસ્‍તક બે દૂરોગામી દ્રષ્ટિકોણ ધરાવતા મેડિકલ ડોકટરો દ્વારા લિખિત, લાંબા સમય સુધી યુવાન અને મજબૂત રહેવાના વિજ્ઞાનને ખુલ્લું કરે છે. ન્‍યુરોસાયન્‍સ, એપિજેનેટિક્‍સ અને ક્‍વોન્‍ટમ બાયોલોજીને વ્‍યવહારુ જીવનશૈલીના સાધનો સાથે જોડીને લેખકોએ જણાવ્‍યું છે કે, પોષણ, હલનચલન, ઊંઘ અને ભાવનાત્‍મક નિપુણતા દ્વારા કુદરતી રીતે વળદ્ધત્‍વને કેવી રીતે ધીમું કરવું. સાબિત થયેલી વ્‍યૂહરચનાઓ અને પ્રેરણાદાયી વાર્તાઓથી ભરપૂર આ પુસ્‍તક તમને તમારા શરીરને કાયાકલ્‍પ કરવા, મનને રીસેટ કરવા અને તમારી જોશ-શક્‍તિ પાછી મેળવવા માટે એક શક્‍તિશાળી બ્‍લુપ્રિન્‍ટ આપે છે. આ પુસ્‍તક સાબિત કરે છે કે 'Agelessness' (વયહીનતા) એ કોઈ સ્‍વપ્ન નથી, પરંતુ એક સભાન પસંદગી છે જે તમે દરરોજ જીવી શકો છો.

પુસ્‍તકમાં ૩૬ પ્રકરણો આપેલા છે જેમાં ‘‘ફોરએવર યંગ?'', ‘‘હાઉ ઓલ્‍ડ આર યુ ઇન ટ્રુથ?'', ‘‘વ્‍હોટ ઇસ એન એજલેસ બોડી?'', ‘‘મેડિટેશન : ધ ઇનર ટેકનોલોજી ઓફ એજલસનેસ'', ‘‘ધ એજલેસ બ્રેઇન'', ‘‘લાફ્‌ટર : નેચર્સ ફ્રિ એન્‍ટી-એજીંગ થેરાપી'' વગેરે અનેક વિષયોને ખુબજ ઉંડાણ પૂર્વક સુંદર રીતે રજુ કરાયા છે. આ ફક્‍ત એક પુસ્‍તક નથી... તે એક જાગળતિનો કોલ છે. મજબૂત જીવન જીવવા, યુવાન અનુભવવા અને કોઈપણ યુગમાં તેજસ્‍વી ચમકવા માટેનું આહ્વાન છે. કારણ કે યુવાની એ નથી કે તમે કેટલા વર્ષો જીવ્‍યા છો... તે એ છે કે તમારી અંદર હજુ પણ કેટલું જીવન જીવે છે. આ પુસ્‍તક એવા લોકો માટે છે જેઓ ફક્‍ત સારા સ્‍વાસ્‍થ્‍ય કરતાં વધુ ઇચ્‍છે છે. તે એવા લોકો માટે છે જેઓ જીવનશક્‍તિ ઇચ્‍છે છે. જેઓ હેતુ ઇચ્‍છે છે તેમના માટે જેઓ પોતાનું ભાગ્‍ય જાતે રચવા માટે તૈયાર છે.

લેખકો ડો. જીતેન્‍દ્ર અઢિયા અને ડો. કિન્નરી આઇ. ગુપ્તા લખે છે કે, દાયકાઓથી તબીબી પ્રેક્‍ટિસ કરતા ડોક્‍ટરો તરીકે ઘણા બધા જીવન ભાગ્‍યથી નહીં, પરંતુ ખોટી જીવનશૈલી પસંદગીઓથી ટૂંકા ગાળામાં ગુમાવતા જોયા છે. અસંખ્‍ય લોકોને તેમના સમય પહેલાં વળદ્ધ થતા પણ જોયા છે, જેઓ તીવ્ર અને ક્રોનિક બંને પ્રકારના અટકાવી શકાય તેવા રોગોથી પીડાય છે. મોટાભાગની બીમારીઓને યોગ્‍ય જીવનશૈલીમાં ફેરફારથી અટકાવી શકાય છે. બીમાર પડવાથી માત્ર પૈસા જ ખર્ચાતા નથી, તે શાંતિ, ઉર્જા અને જીવનની કિંમતી ક્ષણોનો ખર્ચ કરે છે. બીજી બાજુ, એક શિસ્‍તબદ્ધ, સ્‍વસ્‍થ જીવનશૈલી આપણને રોગ સામે રક્ષણ આપે છે પણ આપણને વર્ષો પછી પણ યુવાન અને જીવંત રહેવામાં મદદ કરે છે. આ અનુભૂતિએ બંને લેખકોની કલમે લખાયેલ આ પુસ્‍તકથી લોકોને તણાવમુક્‍ત, સર્વાંગી અને પરિપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા મળે છે.

પુસ્‍તકના મુખપળષ્ઠ પર લખાયું છે કે, "Agelessness begins from the brain, flows through the heart, and settles into the cells." (યુવાન રહેવાની શરૂઆત મગજથી થાય છે, હૃદય દ્વારા વહે છે અને કોષોમાં સ્‍થાયી થાય છે.) પુસ્‍તક સૂચવે છે કે ઉંમર વધવાની પ્રક્રિયા માત્ર શારીરિક નથી, પણ માનસિક પણ છે. જો તમે મનથી યુવાન રહેશો, તો તેની અસર તમારા શરીર પર પણ પડશે. ટુંકમાં લેખકોએ ખુબ સુંદર રીતે સમજાવ્‍યું છે કે, કેવી રીતે હકારાત્‍મક વિચારો અને યોગ્‍ય જીવનશૈલી દ્વારા શરીરના કોષોને સ્‍વસ્‍થ રાખી શકાય છે. આ પુસ્‍તક માત્ર દેખાવ વિશે નથી, પરંતુ આંતરિક ઊર્જા અને લાંબા આયુષ્‍ય વિશે છે. યુવા અને સ્‍વસ્‍થ રહેવું કઇ રીતે? તેના આ પુસ્‍તક વાંચવુજ રહ્યું.

(2:44 PM IST)