News of Wednesday, 25th February 2026
એજી વિકાસ યુનિયન દ્વારા હડતાલની ચીમકી આપી કંપનીને નુકશાન થાય તેવા પગલા ભર્યા છે : કર્મચારીઓને અન્યાય નથી...

રાજકોટ, તા.રપઃ પીજીવીસીએલની યાદી ઉમેરે છે કે એ.જી.વી. કે.એસ. યુનિયન દ્વારા આપવામાં આવેલ કર્મચારીઓના પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા પી.જી.વી.સી.એલ. ને અલ્ટીમેટમ ની નોટિસ અંગે જણાવ્યાનું કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે જણાવવાનું કે, યુનિયન દ્વારા તા. ૧૭,૦૧,૨૦૨૬ ના પત્રથી મીટીંગ માંગવામાં આવેલ તે બાબતે મેનેજમેન્ટ દ્વારા તા.૦૨.૦૨.૨૦૨૬ ના રોજ મીટીંગ આપવામાં આવેલ અને તે મીટીંગમાં યુનિયનના ઉચ્ચ હોદેદાર હાજર રહેલ, મીટીંગમાં યુનિયન તરફથી રજૂ કરવામાં આવેલ ૦૫ (પાંચ) પ્રશ્નોમાંથી ૦૪ (ચાર) પ્ર્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે. બાકીનો એક પ્રશ્ન કંપનીના નિયમો તથા કાયદાકીય અભિપ્રાય ધ્યાને લેતા કંપની દ્વારા યોગ્ય નિર્ણય કરેલ છે. આમ યુનિયનની રજૂઆતના તમામ મુદ્દાઓનો વિગતવાર વિસ્તળત જવાબ પીજીવીસીએલ દ્વારા તા. ૧૮.૦૨.૨૦૨૬ ના રોજ આપવામાં આવેલ છે.
ત્યારબાદ એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા અગાઉની રજૂઆત સાથેના અન્ય ૧૧ (અગિયાર) મુદ્દા સાથે તા. ૨૩.૦૨.૨૦૬ ના રોજ હડતાલની નોટીસ આપવામાં આવેલ. તે અનુસંધાને મેનેજમેન્ટ દ્વારા કંપનીના નિયમોનુસાર સકારાત્મક કાર્યવાહી કરવા અંગે વિસ્તળત અહેવાલ સીનીયર સેક્રેટરી જનરલ -ઊંઝાને ૨૪ કલાકમાં જ તા. ૨૪.૦૨.૨૦૨૬ ના રોજ આપી દેવામાં આવેલ.
તેમ છતા એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા હડતાલની ચીમકી દ્વારા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું પગલું ભરી આવનાર માર્ચ મહિનાની કામગીરીને અસર થાય તેવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશ કરેલ છે. તેમજ આંતરિક તપાસ કરતાં કોઇપણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળેલ નથી.
(2:45 PM IST)










