<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

દેશવ્‍યાપી સાયબર ફ્રોડમાં રૂરલ પોલીસે રાજકોટના ૨ અને તેલંગણાના મુખ્‍ય સુત્રધાર સહિત ૩ ને દબોચી લીધા : ફ્રોડનું ટ્રાન્‍જેકશન ૯૦૦ કરોડ હોવાનું ખુલ્‍યું

રૂરલ પોલીસે અગાઉ ૬ આરોપીઓને ઝડપી લેતા સાયબર ફ્રોડના ૪૦૦ કરોડના નાણાના હેરાફેરીનો પર્દાફાશ થયો'તો : પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર : મુખ્‍ય સુત્રધાર તેલંગણાના આદિલુદીન મહમદ તથા રાજકોટના મીહીર રંગાણી અને હિરેન લીંબાસીયાની ધરપકડઃ અગાઉ પકડાયેલ મનીષ અને જયએ સાયબર ફ્રોડના નાણા હિરેન લીંબાસીયા મારફતે મીહીર રંગાણીના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કર્યા હોવાનું ખુલ્‍યું

 

 

તસ્‍વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વિજય ઓડેદરા તથા સાયબર ક્રાઇમ સેલના પીઆઇ આર.જે.ગોધમ અને છેલ્લી તસ્‍વીરમાં પકડાયેલ આરોપીઓ દ્રશ્‍યમાન થાય છે.  (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૫)

રાજકોટ, તા., રપઃ   દેશવ્‍યાપી સાયબર ફ્રોડના રેકેટ રૂરલ પોલીસે શોધી કાઢી અગાઉ ૬ આરોપીઓને ઝડપી લીધા બાદ આ રેકેટના મુખ્‍ય સુત્રધાર તેલંગણાના શખ્‍સ અને રાજકોટ બે સહિત વધુ ૩ શખ્‍સોને દબોચી લઇ ધરપકડ કરી છે. દેશવ્‍યાપી આ સાયબર ફ્રોડનું ટ્રાન્‍જેકશન ૯૦૦ કરોડ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું છે.

આ અંગે એસપી કચેરી ખાતે યોજાયેલ  પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્‍યું હતું કે,

રાજ્‍ય વ્‍યાપી Operation Mule Hunt અંતર્ગત રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં શંકાસ્‍પદ ટ્રાન્‍ઝેક્‍શન ધરાવતા બેન્‍ક એકાઉન્‍ટ ની માહિતી એકત્રિત કરી  આર. જે. ગોધમ, પોલીસ ઇન્‍સપેક્‍ટર, સાયબર ક્રાઇમ સેલનાઓ દ્વારા પો.સ.ઈ. એમ.એન.રાઠોડ, સી.બી.વાંક તથા સાયબર ક્રાઇમ સેલ રાજકોટ ગ્રામ્‍યના સ્‍ટાફને સાથે રાખી સાયબર ક્રાઇમ ગાંધીનગરનાઓ તરફથી મળેલ માહિતીના આધારે આ તમામ એકાઉન્‍ટનો SAMANVAYA PORTAL તથા NCCRP PORTAL ૧૯૩૦ પર શંકાસ્‍પદ એકાઉન્‍ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્‍ટ પૈકી પડધરી મોવીયા યશ બેન્‍ક ખાતે ખુલેલ બેન્‍ક એકાઉન્‍ટ ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ M/s, જ્‍યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા સુંદર એકાઉન્‍ટ માંથી આશરે ૨૦૦ કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળી આવેલ. જેના આધારે પડધરી પોલીસ સ્‍ટેશન ભાગ-એ ૧૧૨૧૩૦૪૨૨૬૦૦૮૬/૨૬ ભારતીય ન્‍યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૭(૨), ૩૧૭(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪ તથા ધી ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(ડી) મુજબનો ગુન્‍હો રજી.સ્‍ટર કરાવી આ ગન્‍હાની તપાસમાં ૬ આરોપીઓને અટક કરવામાં આવેલ છે. અને આ આરોપીઓ હાલ કોર્ટ કસ્‍ટડીમાં છે.

આ ગુન્‍હાની તપાસમાં ઉપરના અટક કરેલ આરોપીઓના મળેલ વધુ બેન્‍ક એકાઉન્‍ટની તપાસમાં આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા તથા મિહિર રંગાણી મળી આશરે ૯૦૦ કરોડ રૂપિયાથી વધુની તેના એકાઉન્‍ટથી હેરફેર કરેલનું મળી આવેલ, જેથી સદર ગુન્‍હાની તપાસમાં આ અગાઉના પકડાયેલ આરોપી મનિષ કમાણી તથા જય નાદપરા નાઓ દ્વારા જે તેના બેન્‍ક એકાઉન્‍ટ મારફતે લેવડ-દેવડ થયેલ હોય તે તમામ રોકડા રૂપિયા ઉપાડી આંગડીયા મારફતે અગાઉના પકડાયેલ આરોપીઓ ઙ્કવિણસિંહ પરમાર તથા મહેન્‍દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ વાઘેલા મોટુ કમિશન લઇ આ આરોપી આદીલુદીન મહમદ સ/ઓ મુનીરૂદીન મહમદ રહે. જગતીયાલ તેલંગણા વાળાને મોકલેલ હોય તેમજ ઓન લાઇન ટ્રાન્‍સફર કરેલનું મળી આવેલ હોય જેથી આ આરોપી આદીલુદીન મહમદ સ/ઓ મુનીરૂદીન મહમદને તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ અટક કરેલ છે.

૩તેમજ આ ગુન્‍હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ મનિષ કમાણી તથા જય નાદપરા ના બેન્‍ક એકાઉન્‍ટ મિહીર રંગાણી રહે. રાજકોટ વાળાને સાયબર ફ્રોડના નાણાને રોકડમાં રૂપાંતરીત કરી હેર ફેર કરવા સારૂ આપેલ હોવાનું તપાસમાં ખુલેલ હોય અને તે એકાઉન્‍ટમાં નાણાની લેવડ-દેવડ હિરેનભાઇ. લીંબાસીયા મારફતે કરેલ હોય જેથી આ મીહીરભાઇ રામજીભાઇ રંગાણી રહે. રાજકોટ વાળાને તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ અટક કરેલ છે. અને તેની તપાસમાં મજકૂર પાસે પણ તેની પેઢીના નામે અલગ અલગ બેન્‍ક એકાઉન્‍ટ મળી આવેલ હોય તેમાં પણ રૂપિયાની લેવડ-દેવડ કરેલ છે. અને આ લેવડ-દેવડ માં પોતાના હસ્‍તકના એકાઉન્‍ટમાં પણ રૂપિયાની લેવડ-દેવડ કરેલ છે. જેથી હિરેનભાઈ અક્‍વિનભાઇ લીંબાસીયા ની તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ અટક કરેલ છે. અને તેની તપાસમાં આ મિહીર રંગાણી તથા મનિષભાઇ રામાણી હસ્‍તકના તમામ બેન્‍ક એકાઉન્‍ટમાં થયેલ નાણાની લેવડ દેવડ હિરેનભાઇ લીંબાસીયાની મધ્‍યસ્‍થી થકી થયેલનું તપાસમાં ખુલેલ છે.

આ ગુન્‍હામાં આરોપીઓએ અલગ અલગ સમય અને સ્‍થળે પુર્વ આયોજીત કાવતરૂ રચી, ગુજરાત રાજય તથા અન્‍ય રાજયના અલગ અલગ ભોગબનનાર વ્‍યકિતઓને બદદાનથી કપટપુર્વક લલચાવી તેઓ સાથે સાયબર ફ્રોડ દ્વારા છેતરપીંડી કે ઠગાઇ કરી નાણા મેળવી, ગુન્‍સે કરેલ છે. આ તપાસ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં પકડાયેલ આરોપીઓ દ્વારા આશરે ૯૦૦ કરોડ રૂપિયાની સાયબર ફોડના નાણાનું રોકડમાં રૂપાંતર કરી તેની અલગ અલગ માધ્‍યમથી હેર ફેર કરેલનું તપાસમાં જણાયેલ છે.

રૂરલ પોલીસે  પકડાયેલ આરોપી મુખ્‍ય સુત્રધાર (૧) આદીલુદીન મહમદ સા/ઓ મુનીરૂદીન મહમદ રહે. જેગતીયાલ ચીથાકુટા વોર્ડઘર નં. ૩-૫-૩૦ જીલ્લો જેગતીયાલ (તેલંગણા). (ર) મીહીરભાઇ રામજીભાઈ રંગાણી રહે. રાજકોટ કુવાડવા રોડ જય ગુરુદેવ પાર્ક -૧ શેરી નં. ૨ (૩) હિરેનભાઇ અક્‍વિનભાઈ લીંબાસીયા રહે. રાજકોટ શીવાલય તીરૂપતિ પાર્ક -૨ નાના મોવા હરિવાર હાઇસ વાળી શેરીમાં રાજકોટની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

આ કામગીરી  વી.વી.ઓડેદરા, પોલીસ ઇન્‍સપેક્‍ટર, લોકલ ક્રાઇમ બ્રાન્‍ય, આર. જે. ગોધમ, પોલીસ ઇન્‍સપેક્‍ટર, સાયબર ક્રાઇમ સેલ, જી. જે. ઝાલા, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટ, એસ.ઓ.જી. એમ. એન. રાઠોડ, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર, સાયબર ક્રાઇમ સેલ, સી. બી. વાંક, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર, સાયબર ક્રાઇમ સેલ, કુમારભાઈ ચૌહાણ, એ.એસ.આઇ., સાયબર ક્રાઇમ સેલ, મીરાબેન સાવલીયા, એ.એસ.આઇ., સાયબર ક્રાઇમ સેલ, મનવીરભાઈ મિયાત્રા, હેડ કોન્‍સટેબલ, સાયબર ક્રાઇમ સેલ, પ્રકાશભાઈ ડાંગર, હેડ કોન્‍સટેબલ, સાયબર ક્રાઈમ સેલ, વૈભવભાઈ ગોહેલ, હેડ કોન્‍સટેબલ, સાયબર ક્રાઇમ સેલ,  દિવ્‍યાબેન રાઠોડ, હેડ કોન્‍સટેબલ, સાયબર ક્રાઇમ સેલ, મેહુલભાઇ સોનરાજ પોલીસ કોન્‍સટેબલ, સાયબર કાઈમ સેલ, પુજાબેન હેરભા, પોલીસ કોન્‍સટેબલ, સાયબર ક્રાઇમ સેલ, ગૌતમભાઇ પરમાર, પોલીસ કોન્‍સટેબલ, સાયબર ક્રાઈમ સેલ,  વનરાજભાઇ બાવળીયા, પોલીસ કોન્‍સટેબલ, સાયબર ક્રાઇમ સેલ સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(3:02 PM IST)