તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 25th February 2026
બેસ્ટ ઓફ લક : ધો.૧૦-૧૨ના પરીક્ષાર્થીઓને મનપા પદાધિકારીઓએ પાઠવી શુભેચ્છા
વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામના

રાજકોટ, તા.૨૫: આવતીકાલથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ સકારાત્મક અભિગમ સાથે પરીક્ષા આપીને જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા અને અભિનંદન મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પાઠવ્યા છે. આવતીકાલથી શરૂ થઈ રહેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાના પર્વ નિમિત્તે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્થાયી સમિતિના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયાએ શહેરના તમામ વિદ્યાર્થીઓને સફળતા માટે મંગલ કામનાઓ પાઠવી અને રાજકોટના તેજસ્વી તારલાઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાના પરિવાર અને શહેરનું નામ રોશન કરે તેવી અમે શુભકામનાઓ આપી છે
(3:50 PM IST)










