તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
આજી નદીનો પટ થયો ખુલ્લો : ચોમાસામાં પૂરના જોખમથી મુકિત

રાજકોટ : જંગલેશ્વર વિસ્તારનો આ ભાગ દબાણમુકત થતા ચોમાસા દરમ્યાન પુરનિયંત્રણ સરળતાથી થઇ શકશે
આ વિસ્તાર માં ૧૫ મીટર ટી.પી. રોડ પરના ૪૯૭ દબાણો દુર કરી અને ટી.પી.રોડ ખુલ્લો થતા એમ્બ્યુલન્સ, ફાયર સેવાઓ અને પોલીસ વાહનો સરળતાથી અવર જવર થઇ શકશે.
આજીનદી અને ખોખડદડી બંને નદીઓ આ લોકેશન પર ભેગી થતી હોઈ પુર દરમ્યાન આ લોકેશન પર મદદ મળવી સૌથી મુશ્કેલ બની જાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી આજી ડેમ છલકાવાને કારણે કાંઠાના વિસ્તારો જેમકે જંગલેશ્વર, લલુડી વોકળી, રૂખડિયાપરા, એકતા કોલોની વગેરે વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા પડે છે. ભૂતકાળમાં એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે રેસ્કયુ કરવા જનાર અધિકારીઓને પણ NDRFની ટીમ દ્વારા બચાવવા પડ્યા છે. જે તે સમયે ૨૦૨૪ માં ૧૩૭૮ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરેલ છે. જેમાંથી ૩૭૦ રેસ્કયુ કરવામાં આવેલ હતા.
(4:13 PM IST)










