<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

જંગલેશ્વરમાં સર્જીકલ સ્‍ટ્રાઇકથી ૩૫૦ કરોડની જમીન ખૂલ્લી

ડિમોલીશન પૂર્ણઃ કાટમાળ યુધ્‍ધના ધોરણે ઉપાડવા કાર્યવાહીઃ પત્રકાર પરિષદમાં વિગતો રજુ કરતા મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા અને ડીસીપી હેતલ પટેલ : ૮૮,૭૫૦ ચો.મી. જમીન પરથી નદીકાંઠાના ૯૯૨ અને ૪૯૭ સહિત કુલ ૧૪૮૯ દબાણો હટાવાયાઃ ૧૫૧૨ કર્મચારીઓ અને ૨૬૧ મશીનરીની મદદથી ૩૩,૨૬૪ માનવ કલાકોમાં ઐતિહાસિક ડિમોલીશન પૂર્ણઃ રેસ્‍કયુ કામગીરીમાં હવે નહીં નડે અવરોધઃ બાપુનગરથી નાડોદાનગરનો ૧૫ મીટરનો રોડ ખુલ્લો થતા એમ્‍બ્‍યુલન્‍સ- ફાયર બ્રિગેડ માટે માર્ગ મોકળો

ઓપરેશન જંગલેશ્વર : શહેરના વોર્ડ નં.૧૬ માં આવેલ જંગલેશ્વર વિસ્‍તારમાં ટી.પી. રોડ તથા નદી પટ્ટાની જગ્‍યામાં ખડકાયેલ ગેરકાયદે ૧૪૮૯ થી વધુ બાંધકામોના દબાણો હટાવવા તા.ર૩ સોમવારથી કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. જે ગઇકાલે તમામ દબાણો હટાવવામાં આવ્‍યા હતા. બે દિવસ હાથ ધરાયેલ કામગીરીની મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા, ઝોન-૧ના ડીસીપી હેતલબેન પટેલે યોજાયેલ પત્રકાર પરીષદમાં વિસ્‍તૃત માહીતી રજુ કરવામાં આવી હતી. આ પત્રકાર પરીષદમાં સાથે નાયબ કમિશનર મહેશ જાની, ચેતન નંદાણી, પથીક પટેલ, હર્ષદ પટેલ, સમીર ધડુક તથા પી.ડી.અઢીયા, ડીવાયએસપી આર.બી.ઝાલા સહિતના અધિકારીઓ  ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

 

રાજકોટ, તા. રપ :  શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં ટી.પી. રોડ તથા આજી નદી પટ્ટનો ૮૮ હજાર ચો.મી.  વિસ્‍તારની ૩પ૦ કરોડની  જમીન ખુલ્લો કરાવવા માટે નડતરરૂપ ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા હતા. આ  ડિમોલીશન પૂર્ણ  થતા કાટમાળ ઉપાડવાની કામગીરી ગતિમાં હોવાનું મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરા અને ડીસસીપી હેતલ પટેલે જણાવ્‍યું હતું.

મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા તા.૨૩/૨/૨૦૨૬ થી તા.૨૪./૨/૨૦૨૬ દરમ્‍યાન શહેરના ઇસ્‍ટઝોન વિસ્‍તાર પૈકી વોર્ડ નં.૧૬માં સમાવિષ્ટ જંગલેશ્વર તરીકે ઓળખાતા વિસ્‍તારમાં નગર રચના યોજના ૬ રાજકોટના ૧૫ મીટર ટી.પી રોડ (બાપુનગર થી નાડોદાનગર) તેમજ શાળા નં ૭૦ થી પૂર્વ બાજુ આવેલ આજી નદી પટ વિસ્‍તારમાં કુલ-૧૪૮૯ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુરકરવામાં આવેલ છે. તેમજ હવે સ્‍થળ પર પડેલો કાટમાળ દૂર કરવાની કામગીરી પણ ઝડપભેર હાથ ધરવામાં આવી છે,  આ અંગે  મ્‍યુનિ. કમિશનર  તુષાર સુમેરા અને રાજકોટ શહેર પોલીસ વિભાગના ડી.સી.પી.  હેતલ પટેલે ે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.

આ ગેરકાયદેસર દબાણ/બાંધકામ ટી.પી. રોડમાં નડતરરૂપ હોય તેમજ શાળા નં ૭૦ થી પૂર્વ બાજુ આવેલ આજી નદી પટ વાળાલોકેશન પર આજી નદી અને ખોખડદડી બંને નદીઓ ભેગી થતી હોઈ પુર દરમ્‍યાન આ લોકેશન પર મદદ મળવી સૌથી મુશ્‍કેલ થતું હોઈ,તમામ ગેરકાયદેસર દબાણકર્તા આસામીઓને ધી જી.પી.એમ.સી. એક્‍ટ, ૧૯૪૯ ની કલમ-૨૬૦(૧) હેઠળની નોટીસ આપવામાં આવેલ તેમજ સ્‍થાનિકે જઈ વારંવાર રૂબરૂ પણ જણાવવામાં આવેલ. તેમ છતાં, આસામીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરેલ ન હોય, સદરહુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કલમ-૨૬૦(૨) હેઠળ હુકમ કરવામાં આવેલ. જેથી નગરરચના યોજના ૬ રાજકોટના ૧૫ મીટર ટી.પી. રોડ તથા આજી નદી પટ વિસ્‍તાર ખુલ્લો કરાવવાનડતરરૂપ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ.

ઉક્‍ત ડીમોલીશન અન્‍વયે કાચા પાકા મળી કુલ ૧૪૮૯ બાંધકામોને તોડી પાડવામાં આવેલ છે અને આ મેગાડીમોલીશનથીમહાનગરપાલિકા દ્વારા ટી.પી. રોડ પૈકી ની ૩૩,૭૫૦ ચો.મી. જમીન તથા આજી નદી પટ વિસ્‍તારની ૫૫,૦૦૦ ચો.મી. જમીન મળી કુલ અંદાજે૮૮,૭૫૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદીશાખાના સ્‍ટાફ ૧,૫૧૨ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્‍થાનિકે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખા અને રાજકોટ શહેર પોલીસ તરફથી મોતી સંખ્‍યામાં  સ્‍ટાફ પણ સ્‍થળ પર હાજર રહેલ.

બાપુનગર અને નાડોદાનગર

મહાનગરપાલિકા પૂર્વ ઝોન વિસ્‍તાર વોર્ડ નં ૧૬ માં સમાવિષ્ટ જંગલેશ્વર તરીકે ઓળખાતા વિસ્‍તારમાં નગરરચના યોજના ૬ રાજકોટના ૧૫ મીટર ટી.પી રોડ (બાપુનગર થી નાડોદાનગર) તેમજ શાળા નં ૭૦ થી પૂર્વ બાજુ આવેલ આજી નદી પટ વિસ્‍તાર ડિમોલીશનથી ખુલ્લો કરવામાં આવયો છે. આ ડિમોલીેશનથી   ટી.પી.રોડ નું ક્ષેત્રફળ = ૩૩૭૫૦ ચો.મી., આજી નદી પટવિસ્‍તાર ક્ષેત્રફળ = ૫૫૦૦૦ ચો.મી.,   દબાણ દુર કરેલ કુલ ક્ષેત્રફળ = ૮૮૭૫૦ ચો.મી.માં,  ટી.પી.રોડ ના દબાણો  ૪૯૭ તથા  નદીકાંઠા ના દબાણો સંખ્‍યા = ૯૯૨ સહિત  ટોટલ દબાણો= ૧૪૮૯ દૂર કરી દબાણ દુર કરેલ જગ્‍યાની અંદાજીત કીમત = ૩૫૦ કરોડ ખુલ્લી કરવામાં આવી છે. 

મનપા અને મશીનરી દબાણ દૂર કરવાની આ કામગીરીમાં     મેન પાવર સંખ્‍યા = ૧૫૧૨,   મશીનરી સંખ્‍યા = ૨૬૧,    વપરાયેલ માનવ કલાકો =  ૩૩૨૬૪ કલાકો તથા વપરાયેલ મશીનરી કલાકો = ૫૭૪૨ કલાકોનો સમાવેશ થાય છે. (૯.૩૯)

રપ૦ મકાનોની અંદાજીત

કિ. ૧પ થી ર૦ લાખ

 હાલ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આવાસોની = ૩૭૦૦૦, જંગલેશ્વર વિસ્‍તારમાં હાલ સુધીમાં આપવામાં આવેલ આવાસોની = ૮૭૩.,   અંદાજીત ૨૦૦ જેવા મકાનો સમાન એલીવેશન ધરાવતા આધુનિક પ્રકારના જોવા મળેલ છે.   આ ઉપરાંત સમાન પ્રકારની ઓરડીઓ કે જે ભાડે આપેલ હોવાનું દેખીતી રીતે જ જણાય આવેલ તેવા અંદાજીત ૨૫૦ જેટલા દબાણો    જે મકાનોની કીમત ૫ લાખ થી વધુ થઇ શકે તેવા અંદાજીત ૭૫૦ થી વધુ મકાનો.   અંદાજીત ૨૫૦ જેટલા મકાનો જેની અંદાજીત કીમત ૧૫ કે ૨૦ લાખ થી વધુ હોય તે પ્રકારના મકાનોનો સમાવેશ થાય છે.

આ પત્રકાર પરિષદમાં નાયબ કમિશનરો  મહેશ જાની,  ચેતન નંદાણી,  પથિક પટેલ,  હર્ષદ પટેલ,  સમીર ધડુક,  પી. ડી. અઢિયા, ડીવાય.એસ.પી.  આર. બી. ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

સ્‍થાનિકે ડીમોલીશન દરમ્‍યાન ધ્‍યાને આવેલ વિગતોમાં એકદમ કાચા મકાનોની અંદાજીત પ૦૦, બાકી રહેતા પાકા મકાનોની અંદાજીત ૯૮૯, પાકા મકાનો પૈકી પ૦ થી ૧૦ વાર જમીનમાં ફેલાયેલા મકાનો અંદાજીત ૮૦૦ તથા ૧૦૦ વાર જગ્‍યાથી વધુ ક્ષેત્રે અને આધુનિક સુખ સગવડો ધરાવતા મકાનો અંદાજીત ૧પ૦ નો સમાવેશ થાય છે. 

નદી ગળી જનારાઓ સાવધાન : જંગલેશ્વર બાદ હવે કોનો વારો ? ટોક ઓફ ધ ટાઉન

રાજકોટ, તા., રપઃ શહેરના ઇતિહાસનું સૌથી મોટુ ડીમોલીશન જંગલેશ્વરમા પુરૂ થયું છે. કાટમાળ હટાવવાની કામગીરી તેજ ચાલી રહી છે. ટી.પી.રોડ બનાવવા આગામી સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત મુકવામાં આવે તેવી શકયતાઓ છે.

નગરજનોમાં પણ આ કાર્યવાહીથી ઉત્‍સાહ જોવા મળ્‍યો છે. આજી નદીને ગળી જનારાઓ બાદ હવે કોનો વારો તે પ્રશ્ન પણ ટોક ઓફ ધ ટાઉન બન્‍યો છે. રિવર ફ્રન્‍ટ બનાવવા માટેની જગ્‍યા ઉપરથી દબાણો હટતા નજીકના સમયમાં લોકોને ભેટ મળશે.

ત્‍યારે શહેરમાં નાના-મોટા દબાણો પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવે તેવી લોકલાગણી પણ પ્રવર્તી રહી છે. ઉપરાંત ચોમાસા દરમિયાન પુરના સંકટના વાદળો ઘટયા છે. પણ હજી નદીના પટ્ટા વિસ્‍તારોમાં ઉભા દબાણો પણ ટુંક સમયમાં હટાવવા તંત્ર કમરકસે તો નવાઇ નહી. 

 

 

(3:27 PM IST)